<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

વે. રે. મજદૂર સંઘ દ્વારકા બ્રાંચ આયોજીત વોલીબોલ ટુર્નામેન્‍ટનું શાનદાર સમાપનઃ ૨૨ ટીમો પૈકી દ્વારકા ‘‘એ'' ટીમ વિજેતા

 

રાજકોટ : વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારકા બ્રાંચ આયોજીત વોલીબોલ ટુર્નામેન્‍ટનું શાનદાર આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં રેલ્‍વે સહિત ૨૨ ટીમો એ ભાગ લીધો હતો.  રવિવારે રાત્રે યોજાયેલા સેમીફાઇનલ અને ફાઇનલના દિલધડક મેચોના અંતે  દ્વારકા ‘‘એ'' ટીમ વિજેતા બની હતી.  આ પ્રસંગે ઉપસ્‍થિત  હિરેન મેહતા (પ્રેસિડેન્‍ટ WRMS) એ જણાવ્‍યું હતું કે WRMS દ્વારકા બ્રાંચ દ્વારા  દર વર્ષે વોલીબોલ ટુર્નામેન્‍ટનું  આયોજન કરવામાં આવે છે.  જેમાં ઉત્‍સાહપૂર્વક દ્વારકા આસપાસના મીઠાપુર, બેટદ્વારકા સહિતના ગામો અને જુદા જુદા યુવક મંડળની ટીમો ભાગ લે છે. અને ખેલદિલી પૂર્વક પોતાની રમતનું પ્રદર્શન કરે છે. જેમાં દ્વારકા એ ટીમ ટીમ વિજેતા બની હતી અને ટાટા કેમિકલ મીઠાપુર ટીમ રનર અપ બની હતી. બેસ્‍ટ પ્‍લેયર નિલેશ અત્રેશા, જાખરભા માણેક બનેલ હતા.આ ટુર્નામેન્‍ટ ના ફાઇનલ મેચમાં  પ્રેસિડેન્‍ટ હિરેન મેહતા, અકિલા દૈનિક ન્‍યૂઝ પેપરના સીનીયર પત્રકાર જયદેવ સિંહ જાડેજા, મંડળ અધ્‍યક્ષ ડી આર સોઢા સહિતના મહેમાનો  ઉપસ્‍થિત રહ્યાં હતાં.  ટ્રોફી તથા ઇનામ વિતરણ  મહેમાનોના હસ્‍તે કરાયા બાદ ટુર્નામેન્‍ટનું સમાપન કરવામાં આવ્‍યું હતું. આ સફળ ટુર્નામેન્‍ટ નું આયોજન બ્રાંચ સેક્રેટરી હરીસિંહ ચૌધરી , ચેરમેન હિતેશ ઠાકર ના માર્ગદર્શન હેઠળ સુદીપ મિશ્રા, સંજય કુમાર રામ, દયાશંકર દુબે, હરેન્‍દ્ર ઓઝા, વેદ પ્રકાશ તિવારી, સંતોષ યાદવ, વિકી કુમાર તથા સમગ્ર ટીમએ જહૈમત ઉઠાવી હતી.

(3:27 PM IST)