<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

મહેસુલ વિભાગ દ્વારા ૩૯ મામલતદારોની બદલીઃ રાજકોટ પૂર્વ વિસ્‍તારમાં અજમેરા મૂકાયા

સૌરાષ્‍ટ્રના ર૦ મામલતદારોને અન્‍ય જીલ્લામાં અપાતી નિમણૂંકો

રાજકોટ તા. ર૧ :.. રાજયના મહેસુલ વિભાગે ગત મોડી સાંજે ૩૯ મામલતદારોની બદલીના ઓર્ડરો કર્યા છે, જેમાં સૌરાષ્‍ટ્રના ૧પ થી વધુ મામલતદારોની બદલી કરાઇ છે, રાજકોટના પણ ૪ બદલાયા છે, રાજકોટ પૂર્વ વિસ્‍તારમાં ખાલી પડેલ જગ્‍યા પૂરાઇ છે, જયાં જૂનાગઢથી અજમેરાને નિમણુંક અપાઇ છે, આ ઉપરાંત બોટાદના ભગવાનદાસ રાણા અમદાવાદ ઓડામાં, કચ્‍છના હરેશ વાડા લીલીયામાં દ્વારકાના વિશાલ પટેલ ભાવનગરમાં, ભાવનગરના અશ્વિન કુમાવત ભાવનગર-પીઆરઓમાં, મોરબીના અશ્વિન દોશી જામનગર પ્રોટોકોલ મામલતદાર, દ્વારકાના વાય. પી. ગઢવી, ભાણવડ મામલતદાર તરીકે મૂકાયા છે, આ ઉપરાંત કચ્‍છના સી. આર. નીમાવત મોરબી રૂરલ મામલતદાર, જૂનાગઢના નિલેશ અજમેરા રાજકોટ પૂર્વ વિસ્‍તારના ધોરાજી મામલતદાર તો રાજકોટ લેન્‍ડ એકવીઝેશનના યુ. વી. કાનાણીને વિંછીયામાં, મોરબીના પારૂલ શાહ, મુળી મામલતદાર તરીકે, લીલીયાના બળદેવ પટેલને ધ્રાંગધ્રા મામલતદાર, તો ધોરાજી રાજકોટ રાજેન્‍દ્રકુમાર પંચાલને વઢવાણમાં મૂકવામાં આવ્‍યાનું અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું.

(1:01 PM IST)