તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Friday, 21st November 2025
સચેત-પરંપરાએ જમાવટ કરીઃ મ્યુઝિકલ નાઇટમાં લોકો ઝુમી ઉઠયા
મનપાના પર માં સ્થાપના દિવસની સંગીતમય ઉજવણી : શહેરના વિવિધ ક્ષેત્રોના ૧૧ લોકો મેયર એવોર્ડથી સન્માનીત

રાજકોટ, તા. ર૦: મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની ૫૨-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ગઇકાલે બુધવારના રોજ રાત્રે ૮ કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ‘બોલિવુડ મ્યુઝિકલ નાઈટ' યોજાઈ હતી.
જેમાં વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ' એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે ‘સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ' રંગોળી સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.
રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કળતિક પ્રવળત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. જુદા જુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. ‘રંગીલું રાજકોટ' દરેક ઉત્સવ અને અન્ય અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની ૫૨-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ભવ્ય ‘બોલિવુડ મ્યુઝિકલ નાઈટ' કાર્યક્રમનું તથા વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ' એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ તેમજ ‘સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ' રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. શાબ્દિક સ્વાગત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ. પુષ્પ અને ખાદીના રૂપાલ વડે સ્વાગત શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, જીલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, સંગઠનના હોદેદારો, વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવો, પ્રેસ-મિડિયાના પ્રતિનિધિઓ તેમજ શહેરની સંગીત પ્રિય જનતા ઉપસ્થિત રહેલ.
(2:06 PM IST)










