<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ઝાલાવાડ જૈન સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ : વિદ્યાર્થી સન્‍માન, તપસ્‍વી બહુમાન, વડીલ વંદના

 

રાજકોટ : ઝાલાવડ જૈન સમાજ દ્વારા તાજેતરમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં વિદ્યાર્થીઓનું સન્‍માન, તપસ્‍વીઓનું બહુમાન અને વડીલોને વંદના કરાઇ. આ વડીલ વંદના કાર્યક્રમ સમાજની સંસ્‍કાર સભર પરંપરાને આગળ ધપાવવાના શુભ હેતુથી યોજાયો. સંચાલન પ્રશાંતભાઇ સંઘવી તથા મેહુલભાઇ રવાણીએ કરેલ. મેહુલભાઇ દ્વારા હૃદય સ્‍પર્શી એન્‍કરીંગ સહુને સ્‍પર્શી ગયું. સંસ્‍કૃતિનો સ્‍પર્શ, ભાવનાની નરમાઇશ અને ટાઇમ ેમેનેજમેન્‍ટની કુશળતા જોવા મળી. કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાનો તરીકે ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, બેંગલોર, ભાવનગર, સૌરાષ્‍ટ્ર, મહારાષ્‍ટ્રથી મહાનુભાવો તથા મુખ્‍ય કમિટી મેમ્‍બરો ઉપસ્‍થિત રહેલ.  વડીલોનું સન્‍માન, તેમની સેવા, તેમની જીવન યાત્રા અને સમાજ માટેના તેમના અમૂલ્‍ય યોગદાનને વિશેષરૂપે યાદ કરવામાં આવ્‍યા. વડીલોને માનપત્ર, શાલ અને આર્શીવાદ રૂપે વિશેષ ઉપહારો અર્પણ કરવામાં આવ્‍યાનું પણ એક યાદી પારસભાઇ શાહ જણાવે છે. શ્રી ઝાલાવાડ જૈન સમાજના પ્રમુખ પારસભાઇ શાહ તથા સર્વ કમિટી મેમ્‍બર, કારોબારી મેમ્‍બર, દાતા પરિવાર, કારોબારી ટીમ અને સભ્‍યોના સહકાર સાથે આ ‘‘વડીલ વંદના'' કાર્યક્રમ સમાજ માટે એક સુવર્ણ સ્‍મૃતિ બની રહ્યો.

(2:14 PM IST)