News of Saturday, 22nd November 2025
‘પરફેક્ટ શોટ' : યુનિયન ફિલ્મ પ્રોજેકટ ૨૦૨૫માં ટોપ ૨૫ ફિલ્મોમાં સ્થાન

રાજકોટ : ફિલ્મ ‘પરફેકટ શોર્ટ' ને ઇન્ડિયન ફિલ્મ પ્રોજેક્ટ ૨૦૧૫ માંથી પસંદ કરી ટોપ ૨૫ ફિલ્મોમાં સ્થાન મળ્યું છે. અને તે પણ એમચ્યોર કેટેગરીમાં. આ વર્ષે ૬૨,૦૦૦ પ્રતિભાગીઓમાંથી અને ૪૨ દેશોથી આવેલી એન્ટ્રીઓમાંથી ‘પરફેક્ટ શોટ' નો ટોપ ૨૫ માં સમાવેશ થયો હતો. આ વર્ષે ફેસ્ટીવલ ૨૯ અને ૩૦ નવેમ્બરના મુંબઈના મહબૂબ સ્ટુડિયોઝ ખાતે યોજાવાનો છે. જ્યાં ‘પરફેક્ટ શોટ'નો વધુ સ્ક્રીનિંગ અને મૂલ્યાંકન થશે. અનોખી કહાની, પ્રભાવશાળી દ્રશ્ય પ્રસ્તુતિ અને ભાવનાત્મક ગહનતાના કારણે આ શોર્ટ ફિલ્મ ઉભરી આવી અને આ સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મનું દિગ્દર્શન મિશેલ ત્રિવેદી અને મિતેશ જોશી દ્વારા કરવામાં આવ્યું છે. કોન્સેપ્ટ અને સ્ક્રીન પ્લે બેસી મોદી કોટક, મિતેશ જોશી, મિશેલ ત્રિવેદી અને મિત્ર કોટેયા દ્વારા રચાયેલ છે. ફિલ્મના કલાકારોમાં નીરજ કડવાંતર, ધવની ગાંધી, મિશેલ ત્રિવેદી, કુલદિપસિંહ રાજપૂત, મિત કોટેચા, ચાર્મી રાજવીર, પરિન રાઠોડ મિતેશ જોશી દેવાય રાઠોડ અને ગીતાંશે અભિનય આપ્યો છે. દ્રશ્યકલાનું નેતળત્વ ડી.ઓ.પી. ધ્રુવ મલાણી દ્વારા અને એડિટિંગ પ્રથમ કક્કડ દ્વારા કરવામાં આવ્યું છે.
(2:16 PM IST)










