News of Saturday, 22nd November 2025
સાહિત્ય સેતુ દ્વારા શહેરના ત્રણ વાંચનપ્રેમીઓનું સન્માન

રાજકોટ : દીકરા નું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી અંતર્ગત શહેરના ત્રણ વાંચન પ્રેમીઓ નિવૃત્ત આસિસ્ટન્ટ સેલ્સટેક્સ કમિશનર, સાહિત્યમર્મી આર.પી.જોશી, મૂળ કચ્છના વતની વર્ષોથી રાજકોટ સ્થાયી થયેલા ગાયત્રી ઉપાસક વાંચનપ્રેમી ઘનશ્યામભાઇ ઠક્કર, જેટકોના નિવૃત્ત ચીફ એન્જિનિયર હાલ વિદ્યુત લોકપાલ તરીકે કાર્યરત સાહિત્યિક સંસ્થા ભારવિ ના સંયોજક સંજયભાઇ ઉપાધ્યાય આ ત્રણે શ્રેષ્ઠ વાચકોના નિવાસસ્થાને જઇ આર.પી.જોશી નું જાણીતા કવિ સંજુ વાળા અને નિવૃત્ત પ્રિન્સિપાલ વીડી વઘાસિયા ના હસ્તે, ઘનશ્યામભાઇ ઠક્કરનું સ્ટેટ બેંક પેન્શનર્સ ર્એસોસિએરશનના શરદભાઇ દવેના હસ્તે સંજયભાઇ ઉપાધ્યાયનુંમોઢ વાણિક સમાજના શૈલેષભાઇ શાહના હસ્તે સુરતની આંટી તેમજ ખેસ પહેરાવી, પુસ્તક આપી અને શાલ ઓઢાડીને શ્રેષ્ઠ વાચક સન્માનકરવામાં આવેલ. શ્રેષ્ઠ વાચક સન્માન કાર્યક્રમમાં કવિ દલપત ચાવડા, નાટયકાર કોૈશિક સિંધવ, સ્ટેટ બેંકના નિવૃત્ત બેન્ક મેનેજર રમેશભાઇ ઠક્કર, કવિ પ્રકાશ હાથી સહિતના ઉપસ્થિત રહેલ. આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, જનાર્દન આચાર્ય, ઉપમન્યુભાઇ રાવલ કાર્યરત રહેલ. તેમ યાદીમાં જણાવ્યું છે.
(2:19 PM IST)










