<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

મોટા મવા નારાયણનગર વિસ્‍તારમાંથી શનિવારી બજાર હટાવોઃ રજુઆત

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર આવેલ મોટા મવાના નારાયણનગર વિસ્‍તારમાંથી શનિવારે શનિવારી બાઝાર હોય છે તેમાં ગીચતા, ટ્રાફીકનો પ્રોબ્‍લેમ, ગંદકી થાય છે તે રોડ પર ગર્વ. એન્‍જી. કોલેજ, લાભુભાઇ ત્રિવેદી કોલેજ અને ઇગ્નુની કોલેજ જેવી એજયુકેશન ઇન્‍સ્‍ટીટયુટ આવેલી હોય તેમાં બાળકોની અવર જવર રહેતી હોય, સ્‍કુલની બસ, સ્‍કુલની કાર, કોલેજની બસની અવર જવર રહેતી હોય તો આસપાસમાં શનિવારી બાઝાર આશારામ બાપુ આશ્રમ/ન્‍યારી વાળા રોડ પર ખસેડવા વિસ્‍તારવાસીઓએ મ્‍યુનિ. કોર્પોરેશનનાં દબાણ હટાવ વિભાગમાં પત્ર પાઠવી રજુઆત કરી હતી.

(2:20 PM IST)