News of Saturday, 22nd November 2025
મારથી બચવા માટે કેતને કેકેવી ચોકમાં વિજ સોકેટ પકડી લીધો
પિતાને દારૂ પીવડાવતા શખ્સોને સમજાવવા આવતાં હુમલો થયો જોરદાર કરંટ લાગતાં હાથના ભાગે દાઝી ગયોઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૨: શહેરના કાલાવડ રોડ પર કણકોટના પાટીયે રહેતાં અને કેટરર્સમાં કામ કરતાં કેતન અમરશીભાઇ વઢવાણીયા (ઉ.વ.૨૦)ને રાતે કેકેવી ચોકમાં વિજ થાંભલા પાસે વિજકનેક્શનનું સોકેટ ખુલ્લુ હોઇ તેમાં હાથ નાંખી પકડી લેતાં જોરદાર કરંટ લાગતાં હાથના ભાગે દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
કેતને કહ્યું હતું કે મારા પિતા જે વિકલાગ છે તે કેકેવી ચોક નજીક ઝુપડા પાસે હોઇ અને કેટલાક શખ્સો તેને દારૂ પીવડાવતા હોઇ પોતે આ શખ્સોને સમજાવવા જતાં પોતાની સાથે ઝઘડો કરી પાઇપ ધોકાથી હુમલો કરાયો હતો. આ કારણે પોતાને ગુસ્સો આવ્યો હતો અને વધુ મારથી બચવા જાતે જ વિજ સોકેટ પકડી લેતાં કરંટ લાગ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(3:50 PM IST)










