<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

રાજનગર ચોક પાસે વૃધ્‍ધની રૂા. ૩.પ૦ લાખની માળાની ચીલઝડપ કરનારો જય પકડાયો

ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. હરસુખભાઇ સબાડ, કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કિશનભાઇ પાંભર તથા કોન્‍સ. મહાવિરસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. રરઃ શહેરના રાજનગર ચોક પાસે આવેલી સોસાયટીમાં વૃધ્‍ધના ગળામાં ઝોંટ મારી રૂા. ૩.પ૦ લાખની સોનાની માળાની ચીલઝડપ કરનાર શખ્‍સને ક્રાઇમ બ્રાંચે હેમુ ગઢવી હોલ પાછળથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના રાજનગર ચોક પાસે આવેલી સોસાયટીમાં વૃધ્‍ધના ગળામાં ઝોંટ મારી રૂા. ૩.પ૦ લાખની સોનાની માળા ઝુંટવી અજાણ્‍યો શખ્‍સ નાસી જતા વૃધ્‍ધે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશ્‍નર બ્રજેશકુમાર ઝાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એન. પરમાર સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે હેડ કોન્‍સ. હરસુખભાઇ સબાડ, કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કીશનભાઇ પાંભર અને કોન્‍સ. મહાવીરસિંહ જાડેજાને બાતમી મળતા હેમુ ગઢવી હોલ પાછળથી વૃધ્‍ધની સોનાની માળાની ચીલ ઝડપ કરનારા જય નરેશભાઇ વાઘેલા (ઉ.વ. રપ) (રહે. વેરાવળ કારડીયા બોર્ડીંગની પાછળ, હાલ જીવરાજ પાર્ક પાસે અંબીકા ટાઉનશીપ શેરી નં. ૩/ડી) ને પકડી લઇ રૂા. ૩.પ૦ લાખની કિંમતની સોનાની રૂદ્રાક્ષની માળા તથા બાઇક અને મોબાઇલ મળી રૂા. ૪.૧પ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પીએસઆઇ એ. એન. પરમાર, એસ. વી. ચુડાસમા, એ.એસ.આઇ. હીતેન્‍દ્રસિંહ ઝાલા, વિજયભાઇ સોઢા, હેડ કોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર તથા જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, મોહિલરાજસિંહ ગોહિલ, કોન્‍સ. મહાવીરસિંહ, ગોપાલભાઇ, મયુરધ્‍વજસિંહ, પ્રશાંતભાઇ, કરણભાઇ, સંજયભાઇ, પોપટભાઇ, અનુજભાઇ, અરવીંદભાઇ દ્વારા કરવામાં આવી હતી.

 

(3:20 PM IST)