News of Monday, 24th November 2025
સજાના વોરંટમાં ફરાર ભાવેશ પીઠડીયા પકડાયો

રાજકોટ, તા.૨૪: નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા માટે પોલીસ કમિશનરની સુચનાથી એડીવીઝન પોલીસ મથકના હેડકોન્સ બુટાભાઇ ઠુંગા તથા કોન્સ ક્રિપાલસિંહ સિંધવ સહિત આરોપીની શોધમાં૦ હતા ત્યારે બાતમીના આધારે સજાના વોરંટમાં ફરાર ભાવેશ હરેશભાઇ પીઠડીયા (રહે. ન્યુ જાગનાથ પ્લોટ)ને પકડીલઇ કાર્યવાહી કરી હતી.
(3:53 PM IST)










