News of Wednesday, 26th November 2025
મવડી વિસ્તારમાં ખરબચડા રસ્તાથી લોકો ત્રાહીમામ
આ સમસ્યા તાદિકે ઉકેલવા માંગ

રાજકોટ, તા. ર૬: શહેરના વોર્ડ નં. ૧૧ ના લક્ષ્મણ ટાઉનશિપ પાસે સીતાજી ટાઉનશિપ પાછળ આવેલ આર.એમ.સી. ની પ્રાથમિક સ્કૂલ નં. ૮૮ મધર ટેરેસા ની અંદર અભ્યાસ કરતા એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓને કાચા ધૂળ માટી પથ્થર ખાડા ખરબચરડા વાળા જર્જરીત ચોમાસા વરસાદ ના પાણીના કાદવ કિચળ વાળા રોડ રસ્તા ઉપર પગપાળા હલન ચલણ અવર જવર કરતા વિદ્યાર્થીઓને તથા તેમના પરિવારના વ્યકિત સ્કૂલે મૂકવા તેડવા આવવા જવામાં પારાવાર અતિશય મુશ્કેલીઓ પડતી હોવાથી સ્થળ તપાસ સર્વે કરાવી મંત્રણા કરી નિર્ણય લઈને તત્કાલ આર.એમ.સી.ની પ્રાથમિક સ્કૂલ મધર ટેરેસા નં. ૮૮ ના રોડ રસ્તાઓ ઉપર ડામર પેવર નું કામ ચાલુ કરાવી અપાવવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા રજુઆત કરવામાં આવી હતી
(4:08 PM IST)










