તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
ગીતા જન્મ જયંતિ નિમિતે ગીતા પરિવાર રાજકોટ દ્વારા રવિવારે ભગવદ્દ ગીતા સંપૂર્ણ પારાયણનું આયોજન

રાજકોટ તા. ૨૭ : આગામી તા.૧ ડીસેમ્બરના ગીતા જયંતિ હોય ગીતા પરિવાર દ્વારા તા. ૧૫ થી ૩૧ ડિસેમ્બર સુધીમાં દુનિયાના ૭૦ થી વધુ દેશોમાં ગીતા જયંતિ મહોત્સવનું આયોજન કરાયુ છે. જેના ભાગરૂપે તા. ૩૦ ના રાજકોટ ખાતે પણ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના સંપૂર્ણ પારાયણનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગીતા પરિવારના સભ્યોએ જણાવ્યુ હતુ કે ગીતા પરિવારના સ્થાપક અને પ્રણેતા પૂ. શ્રી ગોવિંદદેવગીરીજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આ ગીતા મહોત્સવ ૨૦૨૫ની ઉજવણી થઇ રહી છે.
ત્યારે ગીતા પરિવાર રાજકોટ અને શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના સંયુકત ઉપક્રમે તા. ૩૦ ના રવિવારે બપોરે ર થી પ સુધી શ્રી રામકૃષ્ણ આશ્રમ, ડો. યાજ્ઞિક રોડ ખાતે શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના સંપૂર્ણ પારાયણનું આયોજન કરાય છે. જેમાં સૌકોઇ વિનામુલ્યે જોડાઇ શકશે. વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. આ માટે ઓનલાઇન પ્રક્રિયાની વધુ માહીતી માટે હેલ્પ લાઇન નં. ૧૮૦૦ ૨૦૩ ૬૫૦૦ ઉપર સંપર્ક કરી શકાશે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્થાને શ્રી રામકૃષ્ણ આશ્રમના સન્યાસી પૂ. સ્વામી પ્રણવાર્થાનંદજી મહારાજ તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી ગીતા પરિવાર ગુજરાતના અધ્યક્ષ અને વરિષ્ઠ ગીતા સેવાશ્રીઓ અને રામકૃષ્ણ આશ્રમના સેવકો ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી થશે. બાદમાં દિપ પ્રાગટય, આશર્વાદ, ન્યાસ, ગીતા પારાયણ, ક્ષમા યાચના, હનુમાન ચાલીસા, ગીતા આરતી, આભાર દર્શન અને પ્રસાદ વિતરણ સાથે સમાપન કરાશે. વધુને વધુ લોકોએ લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગીતા પરિવાર રાજકોટ શાખાના નિર્મલ ગઢવી (મો.૯૭૨૩૪ ૫૨૧૦૧), નરેન્દ્ર શુકલ, સુધાબેન જોષી, ગીતાબેન નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:21 PM IST)










