<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

ધારાસભ્‍ય મેવાણી દ્વારા દારૂ-ડ્રગ્‍સ મુદે ઉઠાવાયેલ પ્રશ્નો અંગે સ્‍વતંત્ર-નિષ્‍પક્ષ તપાસ શરૂ કરાવોઃ આવેદન

રાજયપાલશ્રીને સંબોધી કલેકટરને રજુઆતઃ કોન્‍સ્‍ટેબલ-હેડ કોન્‍સ્‍ટેબલ માટે યુનિયનની મંજુરી આપો

ધારાસભ્‍ય મેવાણી દ્વારા ઉઠાવાયેલ દારૂ-ડ્રગ્‍સના મુદાઓ અંગે રાજકોટના નાગરીકોએ કલેકટરને આવેદન આપ્‍યું હતું.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ર૭: શહેરના નાગરીકોએ રાજયપાલશ્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી વડગામના ધારાસભ્‍ય જીગ્નેશ મેવાણી દ્વારા દારૂ-ડ્રગ્‍સ મુદ્દે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોમાં પોલીસની શંકાસ્‍પદ ભૂમિકા અંગે થયેલી ટિપ્‍પણી નું સમર્થન કરવા અને સરકારની/ પોલીસની/ કાર્યવાહી/નિવેદનો પરત ખેંચવા અંગે માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે ધારાસભ્‍ય શ્રી મેવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નો રાજ્‍યના યુવાનોના ભવિષ્‍ય, કાયદો અને વ્‍યવસ્‍થા, તથા સમાજમાં ફેલાતી ગેરકાયદેસર પ્રવળત્તિઓને અટકાવવા માટે અત્‍યંત જરૂરી અને લોકહિતમાં છે. પરંતુ દુઃખ સાથે નોંધવું પડે છે કે આ મુદ્દાઓ ઉઠાવ્‍યા બાદ ગળહમંત્રી સહિત પોલીસે વિરોધરૂપ રજુઆતો કરી ધારાસભ્‍ય પર દબાણ લાવવાનો અત્‍યંત બેહૂદો અને સભ્‍ય સમાજ ને છાજે નહીં તેવો પ્રયાસ કરાયો હોય તેવી પરિસ્‍થિતિ ઊભી થઈ છે.

કોઈપણ જનપ્રતિનિધિએ ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર પ્રવળત્તિઓ, દારૂ-ડ્રગ્‍સ માફિયા અને સંકળાયેલા તંત્ર પર પ્રશ્ન કરવો એ લોકશાહીનો મહત્‍વપૂર્ણ ઘટક છે. આવા પ્રશ્નોને દબાવવા બદલે, સરકારે નિષ્‍પક્ષ તપાસ કરી જવાબદારી નક્કી કરવી જોઈએ.તેની જગ્‍યા એ પોલીસ ઉપર દબાણ ઉભી કરી જીજ્ઞેશ મેવાણી ની વિરુદ્ધ અપપ્રચાર શરૂ કરાવેલ છે જે અત્‍યંત નિંદનીય અને અકુદરતી પ્રકારનું વર્તન છે.

અમારી માંગણી છે કે વડગામના ધારાસભ્‍ય શ્રી જીગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવેલા દારૂ-ડ્રગ્‍સ સંબંધિત મુદ્દાઓની સ્‍વતંત્ર, પારદર્શક અને નિષ્‍પક્ષ તપાસ શરૂ કરાવવા માટે સરકારને ભલામણ કરશો.

રાજ્‍યમાં દારૂ-ડ્રગ્‍સના નેટવર્ક, તેના સંરક્ષકો અને સંકળાયેલા અધિકારીઓ અંગે ખાસ મોનિટરિંગ અને કડક કાર્યવાહી કરાવવા સુચના કરવામાં આવે.

હાલમાં ચૂંટણીપંચ દ્વારા મતદારી યાદીની કામગીરી ચાલુ કરેલ છે જેમાં BLO ને મોટી જવાબદારી આપવામાં આવેલી છે,ઘણા સમયથી BLO ની હેરાનગતિઓ અંગે પ્રચાર મઘમોમાં અહેવાલો પ્રગટ થયેલા હતા જેમાં સરકાર બરબર ભીંસમાં આવી ગયેલ હતી તે મુદ્દાને ડાયવર્ટ કરવા ગળહમંત્રી દ્વારા પોલીસ પરિવારનો દુરુપયોગ કરીને મુદ્દા દબાવવાનો પ્રયત્‍ન કરવા માંગે છે.

જો ગૃહમંત્રીશ્રીને પોલીસ પરિવારની ખરેખર ચિંંતા હોય, તો હેડ કોન્‍સ્‍ટેબલ અને કોન્‍સ્‍ટેબલ રેન્‍ક માટે યુનિયન બનાવવાની કાયદેસર મંજૂરી આપવામાં આવે, જેથી તેઓને તેમના અધિકારો, પડકારો અને વહીવટી અન્‍યાયને પ્રત્‍યક્ષ રીતે રજૂ કરવાની લોકશાહી સુવિધા મળે.

 

(2:25 PM IST)