યુરોપિયન દેશમાં ફલેમિંગો રેવોલ્યુશન 10:07 AM
SIR અંતર્ગત રાજકોટ શહેર-જીલ્લામાં તા. ર૯-૩૦ મતદારો માટે વિશેષ કેમ્પ
મતદારો મામલતદાર કચેરી-નગરપાલીકા કચેરી-બૂથો ઉપર ફોર્મ અંગે કાર્યવાહી કરી શકશે

રાજકોટ તા. ૨૮ :.. ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાલ ચાલી રહેલા મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision - SIR) અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની સૂચના મુજબ મતદારોની સુવિધા માટે દરેક વિધાનસભા મતવિભાગોના વિસ્તારમાં તા.૨૯, ૩૦ નવેમ્બર,૨૦૨૫ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ૭૫-ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં નીચેના સ્થળોએ અને કેમ્પ યોજાશે. આ સિવાય તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ગામની પ્રાથમિક શાળાઓ ખાતે પણ કેમ્પ યોજાશે.
તા.૨૯ નવેમ્બરે બપોરે ૧૨.૦૦થી સાંજે ૦૫.૦૦ સુધી અને તા.૩૦ નવેમ્બરે સવારે ૧૦.૦૦થી સાંજે ૦૫.૦૦ સુધી ઉપલેટા મામલતદાર કચેરી ખાતે બુથના ભાગ નં. ૭૬થી ૯૭, ઉપલેટા નગરપાલિકા ખાતે બુથના ભાગ નં. ૯૮થી ૧૧૭, ભાયાવદર નગરપાલિકા ખાતે બુથના ભાગ નં. ૧૩થી ૨૬, ધોરાજી મામલતદાર કચેરી ખાતે બુથના ભાગ નં.૧૬૩થી ૧૯૪, ધોરાજી નગરપાલિકા ખાતે બુથના ભાગ નં.૧૫૯ અને ૧૯૫થી ૨૨૪ માટે લ્ત્ય્નો ખાસ કેમ્પ યોજાશે.
આ ઉ૫ર મુજબના કેમ્પમાં મતદારોના ૨૦૦૨ના વર્ષની મતદારયાદીમાંથી નામ શોધવાની સુવિધા, ENUMERATION FORMS (ગણતરી ફોર્મ)કલેકટ કરવા, જે મતદારો કે તેઓના માતા, પિતા, દાદા, દાદીનું નામ ૨૦૦૨ની યાદીમાં મળેલ નથી તેવા મતદારો ઇચ્છે તો સ્વેચ્છાએ ચ્ફશ્પ્ચ્ય્ખ્વ્ત્બ્ફ જ્બ્ય્પ્લ્ (ગણતરી ફોર્મ) સાથે ભારતીય ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ ૧૨ પુરાવાઓ પૈકીના પુરાવાઓ રજુ કરી શકશે.
૬૮-રાજકોટ પૂર્વ વિસ્તાર
૬૮ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના જે મતદારોને તેમના મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણાના ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે, તેઓ ૨૯ તથા ૩૦ નવેમ્બર ના રોજ નીચેના સ્થળોએ તેમના ફોર્મ જમા કરાવી શકશે.
(૧) મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પૂર્વ), જુની કલેકટર કચેરી કમ્પાઉડ, આઈ.પી. મીશન સ્કુલ સામે, રાજકોટ
(૨) મહાનગર પાલિકા વોર્ડ નં.૩, ૪, ૫, ૬, ૧૫,૧૬, ૧૮ ની કચેરીઓ
(૩) તમામ મતદાન મથક ખાતે
તા.૨૯/૧૧/૨૦૨૫ના રોજ બપોરના ૧૨ કલાક થી સાંજના ૫કલાક સુધી અને તા.૩૦/૧૧/૨૦૨પ ના રોજ સવારના ૧૦ કલાક થી સાંજના ૫ કલાક સુધી મતદારો ઉપરોક્ત સ્થળોએ તેમના ફોર્મ જમા કરાવી શકશે.
દક્ષિણ -રાજકોટ
૭૦ દક્ષિણ રાજકોટ વિધાનસભા બેઠકના જે મતદારોને તેમના મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણાના ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે, તેઓ ૨૯ તથા ૩૦ નવેમ્બર ના રોજ નીચેના સ્થળોએ તેમના ફોર્મ જમા કરાવી શકશે.
(૧) મામલતદાર રાજકોટ શહેર દક્ષીણ ની કચેરી, પી.ડી. માલવીયા કોલેજ પાસે, રાજકોટ
(૨) વોર્ડ નં.૭, ૮, ૧૩,૧૪, ૧૭, ૧૮ ની વોર્ડ ઓફીસ
(૩) સંબંધિત મતદાન મથક ખાતે
તા.૨૯/૧૧/૨૦૨૫ના રોજ બપોરના ૧૨ કલાક થી સાંજના ૫ વાગ્યા સુધી અને તા.૩૦/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાક થી સાંજના ૫ વાગ્યા સુધી મતદારો ઉપરોક્ત સ્થળોએ તેમના ફોર્મ જમા કરાવી શકશે.










