રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ રૂપિયા ૨.૩૨ લાખના ૧૭ ગુમ થયેલા મોબાઈલ ફોન માલિકોને પરત કરાયા
ડીસીપી રાકેશ દેસાઇ તથા એસીપી (પશ્ચિમ વિભાગ) રાધીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વી.આર.વસાવાની ટીમની કામગીરી

રાજકોટ: શહેર પોલીસે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ અરજદારોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને પરત કરવાની વધુ એક પ્રશંસનીય કામગીરી કરી છે. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા CEIR પોર્ટલ અને સઘન ટેક્નિકલ એનાલિસિસની મદદથી કુલ ૧૭ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે, જેમની અંદાજિત કિંમત રૂ. ૨,૩૨,૧૧૧ જેટલી થાય છે. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેના મૂળ માલિકોને ખરાઈ કરીને પરત આપવાનો એક વિશેષ કાર્યક્રમ 'તેરા તુજકો અર્પણ'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંપૂર્ણ કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ કમિશ્ન બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સૂચનાઓ હેઠળ કરવામાં આવી હતી. આ ઉપરાંત, નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૨) રાકેશ દેસાઇ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (પશ્ચિમ વિભાગ) રાધીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેક્નિકલ ટીમને સક્રિય કરી હતી. પોલીસ ઇન્સ્પેકટર વી.આર.વસાવા સાહેબના નેતૃત્વ હેઠળ, આ કામગીરી પો.સબ.ઇન્સ આર.કે.ગોહિલ તથા પો.કોન્સ મહેન્દ્રભાઇ વાળા, પો.કોન્સ અરવિંદભાઇ ઝાપડીયા, પો.કોન્સ જીત પાઠક, પો.કોન્સ જશપાલસિંહ નફમ, અને આઇ.ટી એક્સપર્ટ સંજયભાઇ પાટડીયાની ટીમે પાર પાડી હતી.ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા તમામ ૧૭ મોબાઈલ ફોનને શોધી કાઢવામાં આવ્યા હતા અને જરૂરી ખરાઈ પ્રક્રિયા બાદ અરજદારોને તેમના કિંમતી મોબાઈલ ફોન પરત આપીને પોલીસે નાગરિકોમાં વિશ્વાસ અને સંતોષની લાગણી જન્માવી છે.










