News of Saturday, 29th November 2025
શંખેશ્વર તીર્થે જહાજ મંદિરે સામુહિક અઠ્ઠમ તપના પારણા

શંખેશ્વર તીર્થે જહાજ મંદિર એન્કરવાલા ધામે યુગપ્રધાન,દાદા ગુરુદેવ,જૈનાચાર્ય શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વજી મહારાજાની ૪૭૦ મી પૂણ્યતિથિના ઉપલક્ષમાં શ્રી પાર્શ્વચંદ્ર ગચ્છ જૈન સંઘ-ચેમ્બર,મુંબઇ આયોજીત સામુહિક અઠ્ઠમ તપની આરાધનાની મુનિશ્રી પુણ્યરત્ન મહારાજ સાહેબ, મુનિશ્રી નયશેખર મહારાજ સાહેબ આદિ એવં પૂ.સા.સુનંદિતાશ્રીજી મ.સા આદિ-૩ ની પાવનકારી નિશ્રામાં પૂર્ણાહુતિ થઇ હતી. પાંચમા દિવસે સવારે તપસ્વીઓના પારણા યોજાયા હતા.આ અઠ્ઠમ તપના તપોત્સવના ત્રણે દિવસ સંગીતમય શ્રી અર્હદ મહાપૂજન,દરરોજ સામુહિક દર્શન,ગુરૂ છત્રીસા અભિષેક, જૈન મ્યુઝિકલ હાઉઝી,પ્રભુ ભક્તિ ભાવનાના પ્રોગ્રામ યોજાયેલ.એક સદ્દગ્રહસ્ત પરિવાર-મુંબઇ અને માતુશ્રી રમીલાબેન ચિનુભાઈ શાહ હ.શ્રીમતિ રિનાબેન જીગરભાઈ શાહ, પુત્ર-પુત્રી-નિસર્ગ,હાર્દિ,ગામ-સોનારડા,નવરંગપુરા,અમદાવાદ આ બને પરિવારો દ્વારા સામુહિક અઠ્ઠમ તપ અત્તરવાયણા અને પારણા નો લાભ લીધેલ. આ સામુહિક અઠ્ઠમ તપમાં ૨૫૦ શ્રાવક- શ્રાવિકાઓ જોડાયા હતા.આ સામુહિક અઠ્ઠમ તપ પ્રસંગે શ્રી શંખેશ્વર પાર્શ્વચંદ્રસૂરી દાદાવાડી ટ્રસ્ટના ટ્રસ્ટી તેજપાલભાઈ કાપડિયા,પંકજભાઈ ગાલા,મેહુલભાઈ શાહ એ શ્રી પાર્શ્વચંદ્ર ગચ્છ જૈન સંઘ મુંબઇ (ચેમ્બુર) ના ટ્રસ્ટીઓના બહુમાન કરેલ.
(3:16 PM IST)










