News of Monday, 1st December 2025
રાઇઝિંગ રાજકોટ - શહેરના વિકાસની ર૦ વર્ષની ગૌરવગાથાનું પ્રદર્શન ૧પ હજારથી વધુ લોકોએ નિહાળ્યું
પ્રદર્શનની તા. ર૧ ડિસેમ્બર સુધી સમય ૧૦ થી રાત્રીના ૧૦ દરમ્યાન ખુલ્લુ રહેશે

રાજકોટ, તા. ૧: મહાનગરપાલિકા દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે ‘રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા'- પ્રદર્શનનો શુભારંભ તા.૨૨ નવેમ્બરના રોજ કરવામાં આવેલ. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે ‘રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા' પ્રદર્શનનું તા.૨૨ નવેમ્બર થી તા.૨૧ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે ૧૦થી રાત્રીના ૧૦ વાગ્યા સુધીનો રહેશે. ખુલ્લું મુકયાથી અત્યાર સુધીમાં ૧૫૦૦૦થી વધુ શહેરીજનોએ પ્રદર્શનની મુલાકાત લીધી અને નાગરિકો તરફથી પ્રદર્શન અંગે ઉત્સાહ, પ્રશંસા અને ગૌરવભર્યો પ્રતિસાદ મળ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘રાજકોટની શહેરી વિકાસ યાત્રા - ૨૦ વર્ષની યશોગાથા' પ્રદર્શન શરૂઆતથી જ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના ભૂતકાળથી લઈ વર્તમાન અને ભવિષ્યના વિકાસ સુધીની સફર રજૂ કરતું આ પ્રદર્શન રાજકોટની સતત પ્રગતિ, આયોજનબદ્ધ વળદ્ધિ અને શહેરી સુધારાના પ્રયાસોની જીવંત સાક્ષી બની રહ્યું છે.
પ્રદર્શનના પ્રથમ જ દિવસથી નાગરિકોની વધતી ભીડ, સોશિયલ મીડિયામાં વધતી ચર્ચા અને મુલાકાતીઓના ઉત્સાહભર્યા પ્રતિસાદે આ પ્રદર્શનને ખરેખર ‘રાઇઝિંગ રાજકોટ'નું પ્રતિનિધિત્વ આપ્યું છે.
(3:25 PM IST)










