<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

‘વિશ્‍વ એઇડ્‍સ દિવસ'ની જાગૃતિ માટે રેલી : પ્રવિણાબેન એ પ્રસ્‍થાન કરાવ્‍યુ

 

રાજકોટ : જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની અધ્‍યક્ષતામાં  તા.૦૧  ડીસેમ્‍બરે ‘વિશ્‍વ એઇડ્‍સ દિવસ' નિમિત્તે જિલ્લા પંચાયત કચેરીથી રાજકોટ ડીસ્‍ટ્રીક્‍ટ એઇડ્‍સ પ્રિવેન્‍શન કંટ્રોલ યુનિટ સુધી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધીકારીશ્રી ડો. આર.આર. ફુલમાલી, જિલ્લા આર.સી.એચ.ઓ. શ્રી ડો. પરેશ જોષી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.બાદલ વાછાણી, જિલ્લા ક્‍વોલીટી મેડીકલ ઓફિસરશ્રી ડો. પી.કે. સિંગ, આરોગ્‍ય અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, NACP (નેશનલ એઇડ્‍સ એન્‍ડ એસ.ટી.ડી. કંન્‍ટ્રોલ પ્રોગ્રામ)ના તમામ કર્મચારીશ્રીઓ, ટાર્ગેટ ઇન્‍ટરવેન્‍શન ફોર એચ.આઇ.વી. એઇડ્‍સમાં કામ કરતા એન.જી.ઓ.ના કર્મચારીશ્રીઓ, એચ.એન.શુક્‍લા કોલેજના વિદ્યાર્થીઓ, ગવર્મેન્‍ટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, રેડ્‍ક્રોસ બ્‍લડ બેંકના કર્મચારીશ્રીઓ જોડાયા હતા. આ રેલીમાં એચ.આઇ.વી. એઇડ્‍સ જન જાગળતિ માટે નારાઓ પણ લગાવવામાં આવ્‍યા હતા.

(3:23 PM IST)