News of Tuesday, 2nd December 2025
ગીરગંગાની જલકથાના મુખ્ય કાર્યાલયનું કાલે ઉદઘાટન
કવિ રમેશ પારેખ રંગદર્શન ખાતે સ્વામી રાધા રમણ, સ્વામી દર્પણાનંદજી અને સ્વામી ગુરુપ્રસાદના હસ્તે મુખ્ય કાર્યાલયનો થશે પ્રારંભ : ૧૫ થી ૧૭ ડિસેમ્બર રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ‘જલકથા : અપને અપને શ્યામ કી'

રાજકોટ, તા. ૨ : શહેરના આંગણે સોૈરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડિસેમબર મહિનામાં એક અદભૂત અને અપૂર્વ ‘જલકથા : અપને અપને શ્યામ કી' નું આયોજન કરવામાં આવ્યું છે. જેના મુખ્ય કાર્યાલયનું ઉદ્ધાટન તા. ૩ ને બુધવાર સાંજે ૮ વાગે રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે યોજાશે.
કાર્યાલયનું ઉદઘાટન ભૂપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વમી નારાયણ મંદિરના શ્રી રાધા રમણ સ્વામી, રામકૃષ્ણ મિશન રાજકોટના શ્રી દર્પણાનંદજી સ્વામી અને શ્રી હરિપ્રબોધન પરિવારના ગુરુપ્રસાદ સ્વામીના હસ્તે હશે.
ઉલ્લેખનીય છે કે, ગીરગગાં પરિવાર ટ્રસ્ટ છેલ્લા એક દાયકાથી ગુજરાતના ૭ જિલ્લા, ૩૫ તાલુકા અને ૫૮૨ ગામોમાં જળસંચયના કાર્યો કરીને સોૈરાષ્ટ્રની પાણીની સમસ્યા હળવી કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘જળસંચય જનભાગીદારી' ના સૂત્રને સાર્થક કરતા આ ટ્રસ્ટે અત્યાર સુધીમાં ૮,૩૫૪ થી વધુ ચેકડેમ, તળાવો અને બોરવેલ રિચાર્જના કામો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જેનાથી ૭.૫૫ દાખથી વધુ લોકોને સીધો લાભ મળ્યો છે. ટ્રસ્ટનો સંકલ્પ જળસંચયના કુલ ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચર્સનું નિમાર્ણ કરવાનો છે, જેના માટે ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી'નું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વવિખ્યાત હિન્દી કવિ, તત્ત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસ શિક્ષિત વર્ગ અને યુવાનોમાં અપ્રતિમ લોકપ્રિયતા ધરાવે છે. તેઓ સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના માધ્યમથી ભારતીય મૂલ્યો અને સામાજિક વિષયો સ્પષ્ટપણે પોતાના વિચારો રજૂ કરવા માટે વિખ્યાત છે. તેમની કથા ‘જલકથા : અપને અપને શ્યામ કી' વિશ્વની પ્રથમ જલકથા છે, જેમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણની કથા શ્યામ કથા સાથે જળસંચયની આવશ્યકતા અને મહત્ત્વને જોડીને સમાજને જળ સંરક્ષણનો સંદેશ આપશે. આ અનોખી કથા તારીખ ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દરરોજ સાંજે ૭ થી ૧૨ વાગ્યા દરમ્યાન યોજાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ સખીયા, જમનભાઇ ડેકોરા, શૈલેષભાઇ જાની, પ્રતાપભાઇ પટેલ, વિરાભાઇ હુંબક, રમેશભાઇ ઠક્કર, વસંતભાઇ લીંબાસીયા, જેન્તીભાઇ સરધાર, મધ્યસ્થ કાર્યાલયના ઇન્ચાર્જ ભરતભાઇ દોશી, ભાવેષભાઇ સખીયા, માંનીજભાઇ કલ્યાણી, ડો. યશવંતભાઇ ગોસ્વામી, આશીષભાઇ વેકરીયા, સંજયભાઇ ટાંક, ગોપાલભાઇ બાલધા, પી. એમ સખીયા, પ્રકાશભાઇ ભાલાળા, ગીરીશભાઇ દેવડીયા, કોૈશિકભાઇ સરધાર, કિશોરભાઇ કાથરોટીયા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ કાર્યાલય ઇન્ચાર્જ ભરત દોશી મો.નં. ૯૮૨૫૨૧૧૯૩૮ ની યાદીમાંજણાવ્યું છે.
(3:53 PM IST)










