તા. ૧૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 2nd December 2025
ગાય આધારીત ખેતી કરી સન્માનિત થયેલ રાજકોટના ભરતભાઇ પરસાણાની અનોખી પહેલ

રાજકોટ, તા. રઃ છેલ્લા ૨૧ વર્ષથી ધંધો છોડી ૩૬૫ દિવસ ગાય આધારીત ખેતીનો ભરતભાઈ પરસાણા પ્રચાર-પ્રસાર કરે છે. ભરતભાઈ પરસાણાને રાજકોટમાં પ્રશાંત કાસ્ટીંગ પ્રા.લી. ના નામથી એક્ષપોર્ટનું બહું મોટું કામકાજ છે અને ખેતીનીજમીન ધરાવે છે અને ૨૦ થી વધુ શુધ્ધ ઓલાદની ગીરગાયો ધરાવે છે અને તેમનું ફાર્મ સંપુર્ણ ગાય આધારીત ઓર્ગેનીક ફાર્મ છે. તેમના ફાર્મની કોઈ પેસ્ટીસાઈડ યુકત દવાઓનો સંપૂર્ણ પણ ઉપયોગ કરવાની મનાઈ છે અને તે સંપૂર્ણ ગાય આધારીત દેશી પધ્ધતીથી ખેતી કરે છે. તેમના આ અભિયાનથી પ્રેરાઈને ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ભરતભાઈ પરસાણાનું શાલ ઓઢાડી બહુમાન કરેલ હતું. આ અભિયાન વિશ્વભરમાં ચાલી રહયું છે. અત્યાર સુધીમાં ૨ કરોડ લોકોએ તેમના વિડીયો જોઈ લીધા છે આજની તારીખે પણ ૩૬૫ દિવસ ગામડાના પ્રવાસો ખેડી ખેડૂતોને ગાય આધારીત સંપૂર્ણપણે ઓર્ગેનીક ખેતીનું માર્ગદર્શન પુરું પાડી રહયાં છે. અત્યારે ગુજરાતમાં ૨૫ ટકા ખેડૂતો ભરતભાઈના આ સંપૂર્ણપણે નિઃશુલ્ક પ્રયાસોથી ગાય આધારીત ખેતી કરી રહયાં છે. ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ભરતભાઈ સન્માનિત થયેલ છે.
હાલમાં જ ભરતભાઈ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક મેસેજ દ્વારા જાણ કરી કે આ પ્રયોગ સમગ્ર ભારત દેશના ખેડૂતો કરે અને સરકાર પણ મારા પ્રયાસને સમગ્ર દેશમાં જો ફેલાવે તો આ સંપૂર્ણ ખર્ચ રહીત પ્રયોગ છે.
ભરતભાઈએ વિશ્વના અતિ આધુનીક દેશો જેવા કે અમેરીકા, યુરોપ, ચાઈના, ઇઝરાયલ, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, સીંગાપોર, હોંગકોંગ વિગેરે સમળધ્ધ દેશોની ખેતીનું બારીકાઈથી નીરક્ષણ કરી ચૂકેલા ભરતભાઈ કહે છે કે આ બધા દેશોમાં ખેતી સંપૂર્ણપણે પેસ્ટીસાઈડ યુકત થઈ રહી છે તેથી જો ભારત દેશમાં સંપૂર્ણ શુધ્ધ દેશી ગાય આધારીત અને ઉપર સૂચવેલા પ્રયોગ દ્વારા ખેતી થાય તો ભારત દેશનો ખેતી ક્ષેત્ર નંબર -૧ આવી જાશે પહેલાની જેમ ભારત સોને કી ચીડીયા હતો તેવી જ અત્યારે પણ ભારત સોને કી ચીડીયા બની જશે તેવું ભરતભાઈ (મો.નં.૯૭૨૬૩ ૯૯૬૯૯)નું સ્વપ્ન છે.
(3:59 PM IST)










