News of Wednesday, 3rd December 2025
એચ.ડી.એફ.સી. વેરાવળ બ્રાન્ચના સ્ટાફે વરિષ્ઠ નાગરીક સાથે થતી ર૦ લાખની ડીજીટલ છેતરપીંડી અટકાવી
બેંકના સ્ટાફને ગંધ આવી જતાં વરિષ્ઠ નાગરીકનો ડીજીટલ છેતરપીંડીની જાણકારી આપી ભોગ બનતા અટકાવ્યા

રાજકોટ તા. ૩: અત્રે એચડીએફસી બેન્કની વેરાવળ બ્રાન્ચના સ્ટાફે એક વરિષ્ઠ નાગરિક સાથે રૂ. ૨૦ લાખની છેતરપિંડી થતી અટકાવી હતી.
એચડીએફસી બેન્કની વેરાવળ બ્રાન્ચના સ્ટાફની જાગળતતાએ એક વરિષ્ઠ નાગરિકના ખાતામાંથી રૂ. ૨૦ લાખની છેતરપિંડી થતી અટકાવી છે. ગ્રાહક ડિજિટલ અરેસ્ટ મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યો હતો.
(૧) એક વરિષ્ઠ નાગરિક ગ્રાહક એચડીએફસી બેન્કની વેરાવળ બ્રાન્ચ પર રૂ. ૨૦ લાખનું આરટીજીએસ ટ્રાન્ઝેક્શન કરાવવા આવ્યા હતા. ગ્રાહક ગભરાયેલો લાગી રહ્યો હતો. બ્રાન્ચના સ્ટાફને કંઈક અજુગતું લાગ્યું. તેમને અસામાન્ય પેમેન્ટ પેટર્ન મળી અને આટલો મોટું ટ્રાન્ઝેક્શન કરવા પાછળનું કારણ પૂછયું. ગ્રાહકે પહેલાં તો કંઈ જણાવ્યું નહીં. પરંતુ બાદમાં વધુ પૂછપરછ કરતાં ગ્રાહકે વીડિયો કોલનો ઉલ્લેખ કર્યો. બ્રાન્ચના સ્ટાફને શંકા ગઈ કે આ સાયબર છેતરપિંડી (ડિજિટલ એરેસ્ટ) નો કેસ છે. તેણે તુરંત ગ્રાહક સાથે વાત કરી, તેમને આવી છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી વિશે જાગળત કર્યા, તેમજ ગ્રાહકને આવેલા વીડિયો કોલના નંબરો બ્લોક કરવામાં મદદ કરી હતી.
છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ અરેસ્ટની મોડસ ઓપરેન્ડી મારફત આ વરિષ્ઠ ગ્રાહક સમક્ષ પોતાને પોલીસ અધિકારી તરીકે રજૂ કરીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, તમારુ ખાતું મની લોન્ડરિંગ માટે ઉપયોગમાં લેવાયુ હતું. અને કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. બાદમાં ગ્રાહકને પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું કે, જો તમે નિર્દોષ હશો તો આ રકમ તમને પાછી મળશે. છેતરપિંડી કરનારાઓ વીડિયો કોલમાં પોલીસ કર્મીનો ડ્રેસ પહેરીને બેઠા હતા. તેમજ તેમની પાસે અરેસ્ટ વોરંટ પણ હતું.
ડિજિટલ અરેસ્ટ શું છે
ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં છેતરપિંડી કરનારાઓ કાયદા અમલીકરણ અથવા સરકારી અધિકારીઓ હોવાનો દાવો કરીને વ્યક્તિઓ અથવા વ્યવસાયોને નિશાન બનાવે છે. ભોગ બનેલા લોકોને કથિત કરચોરી, નિયમનકારી ઉલ્લંધન અથવા નાણાકીય ગેરવર્તણૂક બદલ ડિજિટલ અરેસ્ટ વોરંટની ધમકી આપવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ ડિજિટલ ધરપકડ અટકાવવા માટે ‘‘સેટલમેન્ટ ફી અથવા પેનલ્ટી''ના રૂપમાં મોટી રકમની માગણી કરે છે. તે રકમની ચુકવણી થઈ ગયા પછી છેતરપિંડી કરનારાઓ ગાયબ થઈ જાય છે, તેમની ઓળખનો કોઈ પુરાવો છોડતા નથી. છેતરપિંડી કરનારાઓ સાથે શેર કરવામાં આવેલી વ્યક્તિગત વિગતોને કારણે પીડિતોને નાણાકીય નુકસાન અને કયારેક પર્સનલ વિગતોની ચોરીનો સામનો કરવો પડે છે.
ડિજિટલ અરેસ્ટથી બચવા માટેની ટીપ્સ : મહત્વની જાણકારી
રાજકોટ તા. ૩:
* વાસ્તવિક સરકારી અધિકારીઓ અથવા કાયદા અમલીકરણ એજન્સી કયારેય ચુકવણી અથવા બેન્કિંગ વિગતો માગણી કરશે નહી.
* સ્કેમર્સ ઘણીવાર પીડિતોને વિચાર્યા વિના ઝડપથી કાર્યવાહી કરવા માટે તાકીદ પગલાંની માગ કરે છે.
* કયારેય પણ KYC વિગતો, બેન્ક વિગતો જેવી કે- યુઝર આઈડી પાસવર્ડ, કાર્ડ વિગતો, CVV, OTP અથવા PIN નંબર જેવી સંવેદનશીલ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં
* સરકારી અધિકારીઓ અથવા કાયદા અમલીકરણ એજન્સીનો સ્વતંત્ર રીતે સંપર્ક કરીને અધિકારીની ઓળખ ચકાસવી જોઈએ.
* દસ્તાવેજોમાં ભૂલો શોધો અને શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો.
* ટેલિકોમ્યુનિકેશન વિભાગના ચક્ષુ પોર્ટલ - www.sancharsaathi.gov.in પર આવા શંકાસ્પદ છેતરપિંડીની તાત્કાલિક જાણ કરો.
* ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનવાની સ્થિતિમાં પીડિતે તાત્કાલિક બેન્કને અનધિકળત વ્યવહારોની જાણ કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં થતા નુકસાનથી બચવા પેમેન્ટ ચેનલ, એટલે કે કાર્ડ્સ/UPI/નેટ બેન્કિંગને બ્લોક કરી શકાય. ગ્રાહકોએ ગળહ મંત્રાલય (MHA) દ્વારા શરૂ કરાયેલ ૧૯૩૦ હેલ્પલાઈન નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ તેમજ નેશનલ સાયબર ક્રાઈમ રિપોટિંગ પોર્ટલ https://www.cybercrime.gov.in પર ફરિયાદ દાખલ કરવી જોઇએ.
(2:12 PM IST)










