<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

નિઃશુલ્‍ક દંતરોગ ચિકિત્‍સા-બત્રીસી કેમ્‍પ

પૂ. ધીરગુરૂદેવની પ્રેરણાથી અને તેમની પાવન ઉપસ્‍થિતિમાં વડોદરા ઇન્‍દ્રપુરી સ્‍થાનકવાસી જૈન સંઘ ઉપાશ્રયે શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્‍ટ અને ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્‍ટ- રાજકોટના ઉપક્રમે નિઃશુલ્‍ક દંતરોગ ચિકિત્‍સા કેમ્‍પ સફળતા પૂર્વક યોજાયેલ. આ કેમ્‍પના ઉદારદિલ દાતા સૌરાષ્‍ટ્ર દશાશ્રીમાળી જૈન ભોજનાલય- મુંબઇના સહયોગ સાંપડેલ, જેમાં ૩૭ દર્દીઓને દાંતની સારવાર આપેલ અને જરૂરિયાતવાળાને બત્રીસી માટે માપ લેવામાં આવેલ આયુર્વેદની ‘‘જાલંધર બંધ'' પદ્ધતિ થી દાંત મફત કાઢી આપવામાં આવેલ. આ કેમ્‍પમાં ડો. જયસુખભાઇ મકવાણા અને તેમની ટીમના મોનીકાબેન ભટ્ટ, જાગૃતિ ચૌહાણ અને રાજેશભાઇ ભૂટકે સેવા આપેલ, વડોદરા સ્‍થાનકવાસી જૈન સંઘના ડો. નિરજ પારેખ અને અવનીબેન પારેખ, કિરીટભાઇ ગાંધી અને અન્‍ય આગેવાનોએ વ્‍યવસ્‍થા ગોઠવેલ. 

(3:13 PM IST)