<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

વોર્ડ નં.૧૭માં પેવીંગ બ્‍લોક કામનો પ્રારંભઃ ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૭માં સહકાર મેઇન રોડ તથા નહેરૂનગર ૮૦ ફૂટ રોડ પર બંને બાજુ ફૂટપાથ તથા સાઇડ સોલ્‍ડરમાં પેવીંગ બ્‍લોક નાખવાના કામનો શુભારંભ વિધાનસભા-૭૦ના ધારાસભ્‍ય  રમેશભાઈ ટીલાળાના  હસ્‍તે કરવામાં આવ્‍યો.  આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, કોર્પોરેટર વિનુભાઈ ઘવા, કીર્તિબા રાણા, પ્રભારી જેન્‍તીભાઈ નોંધણવદરા, પ્રમુખ જયપાલભાઈ ચાવડા, મહામંત્રી રાજુભાઈ નોંધણવદરા, જગદીશભાઈ વાઘેલા, કિશાન મોરચા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના ચંદુભાઈ ગરનારા, ધ્રુવ કાકડીયા, રાજકોટ શહેર મંત્રી રસીલાબેન પાંભર, ગૌતમભાઈ ગોસ્‍વામી, હસુભાઈ વૈષ્‍ણવ, વિમલ ગોહેલ, વિનુભાઈ સોલંકી, રીંકલભાઈ મેઘાણી, યોગેશભાઈ ભટ્ટ, ચીમનભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, મનસુખભાઈ કડીયા, જયેશભાઈ વેકરીયા, રઘુભાઈ પટેલ, વડેરાભાઈ, ભાવેશભાઈ સાવલીયા, સુરૂભા ઝાલા, દિનેશભાઈ ગોંડલીયા, ચિંતન ભાલારા, સુરેશભાઈ પટેલ, જસ્‍મીનભાઈ વેકરીયા, રજનીભાઈ ગોહિલ, જેન્‍તીભાઈ બાવડા, જયેશભાઈ કાકડીયા, દિલીપભાઈ રાઘવાણી, મહેશભાઈ સોજીત્રા, બાબુભાઈ, જયશ્રી મકવાણા, સલીમભાઈ, રજનીભાઈ પટેલ તેમજ વિસ્‍તારવાસીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા

(3:27 PM IST)