<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

સૂર્ય કિરણ રાજકોટનું આકાશ ગજવશે : એર-શો તથા પ્રદર્શન

રવિવારે શહેરના ગગનમાં ખુમારીનો નજારો પ્રદર્શીત કરશે એરફોર્સના ઝાંબાજ પાયલોટસ : શનિવારે ફુલ રિહર્સલ : પત્રકાર પરીષદમાં મનપા પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા વિસ્તૃત માહીતી અપાઇ

રાજકોટ, તા.,૩ : ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા,૦૭-૧૨-૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તાર (અટલ સરોવર ફરતે) ના આકાશમાં અદભુત સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ અને શસ્ત્ર પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત એક દિવસ અગાઉ એટલે કે તા.૦૬ ને શનિવારના  સવારે ૧૦:૦૦ કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ પણ યોજાનાર છે. આ આયોજન અનુસંધાને આજે તા,૦૩ના  અટલ સરોવર ખાતે માન. મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે ઉપસ્થિત સૌને આવકારી પત્રકાર પરિષદનો શુભારંભ કરાવ્યો હતો.

આ પત્રકાર પરિષદને સંબોધન કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતના ગૌરવ અને શૌર્યની પ્રતીક એવી ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ડીસ્પ્લે ટીમ દિલધડક અવકાશી પરફોર્મન્સ પ્રદર્શિત કરી શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દેશે.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ એરશો દરમ્યાન જામનગરથી ઉડાન ભરનાર ૯ કે તેથી વધુ પ્લેનની ટીમ સ્માર્ટ સીટી એરિયા ઉપર એરોબેટિક ડીસ્પ્લે રજુ કરશે. થોડા સમય પૂર્વે દુબઈમાં યોજાયેલ એરશોમાં પણ સૂર્યકિરણ ટીમ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે એરશોનો સમયગાળો ૩૦ મીનીટ જેવો હોય છે પરંતુ રાજકોટમાં એક કલાક જેવો સમય ફાળવવામાં આવ્યો છે. સાથોસાથ એરફોર્સ બેન્ડની સુરાવલી સાંભળવાની પ્રથમવાર તક મળે તે પણ ગૌરવની વાત છે.

વાયુ સેનાના નવ જેટલા વિમાનો દ્વારા આકાશમાં એક કલાક દિલધડક સ્ટંટ રાજકોટવાસીઓના મન મોહી લેશે. યુવાઓમાં એરફોર્સમા કારકિર્દી અંગે ઉત્સાહ વધારવા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર અટલ સરોવર ફરતે સ્માર્ટ સિટી વિસ્તારમાં આ એર શો સારી રીતે નિહાળી શકાશે. લોકો સારી રીતે એર શો નિહાળી શકે તે માટે અટલ સરોવર બહાર બેસીને અથવા ઊભા રહી શકે તે રીતે વ્યુઈંગ સ્થળો જાહેર કરવામાં આવશે. લોકોની સેફટી માટે બીઆરટીએસ કોરિડોર ખાલી રાખવા તથા લોકોને વ્યવસ્થાપનના ભાગરૂપે બે કલાક પહેલા સ્થળ પર પહોંચી જવા અનુરોધ કરવામાં આવે છે.

વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એક મહત્વપૂર્ણ બાબત વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગરુડ કમાન્ડોના શસ્ત્રોનું પણ પ્રથમ વખત પ્રદર્શન યોજાનાર છે.

તેમણે જાહેર જનતાને ખાસ અપીલ કરતા એમ જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવરની આસપાસના રસ્તાઓ પર જુદી-જુદી જગ્યાએ વ્યુઈંગ એરિયા નક્કી કરવામાં આવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના સ્થળોનો નકશો તૈયાર કરી લોકોને શેર કરવામાં આવશે, જ્યાં લોકો રસ્તા પર કે આજુબાજુના ખુલ્લા પ્લોટમાં ઉભા રહીને અને બેસીને પણ એરશો નિહાળી શકશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતીય વાયુ સેના દ્વારા રાજકોટમાં એરશો ઉપરાંત એરફોર્સ બેન્ડ અને ડીફેન્સના હથિયારોનું પ્રદર્શન એમ ત્રણ પ્રકારના ડિસ્પ્લેની મંજૂરી આપવામાં આવેલ હોઈ, રાજકોટ મહાનગરપાલિકા ભારતીય વાયુ સેનાનો આભાર વ્યકત કરે છે.    

ઇતિહાસ :

- ભારતીય વાયુ સેનામાં સૌ પ્રથમ એરોબેટીક ટીમની રચના વર્ષ ૧૯૮૨ માં એર ફોર્સની ગોલ્ડન જયુબિલીના પ્રસંગે રચવામાં આવી હતી.

- ૧૯૯૦ માં આ ટીમને પુનઃ સ્થાપિત કરીને ૪ ભારતીય બનાવટના ણ્ખ્ન્ ણ્થ્વ્ ૧૬ કિરણ પ્ત્ત્ ત્ત્ જેટ ટ્રેનરનો તેમાં શમાવેશ થયો હતો.

- ૨૭ મે, ૧૯૯૬ માં તેમાં નવા બે વિમાનો ઉમેરીને તેને સૂર્ય કિરણ નામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમનું પ્રથમ નિદર્શન ૮ ઓકટોબર ના રોજ ભારતીય વાયુ સેના દિવસની ઉજવણીમાં પાલમ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ ટીમમાં કુલ ૯ વિમાનોને રાખવામા આવ્યા હતા.

- વર્ષ ૨૦૦૧ માં સૌ પ્રથમ વાર શ્રી લંકા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેને પરફોર્મ કર્યું હતું.

- ૨૦૧૧ માં ટેકનિકલ કારણોસર આ ટીમ વિસર્જિત કરવામાં આવી હતી.

- વર્ષ ૨૦૧૫ માં BAe Hawk Mk ૧૩૨ એસએટીએચઇ સૂર્ય કિરણ ટીમની પુનઃ રચના કરવામાં આવી હતી.

 વિમાનઃ હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ હોક પ્ત્ત્-૧૩૨ ટ્રેનર જેટ

સૂત્રઃ  સદૈવ સર્વોત્તમ (હંમેશા શ્રેષ્ઠ)

 રચનાઃ નવ વિમાનોના જૂથમાં પ્રખ્યાત પ્રદર્શન કરે છે, જે તેમને વિશ્વની આવી થોડી ટીમોમાંની એક બનાવે છે

તાલીમઃ છ મહિનાની સઘન તાલીમ અને રિહર્સલના સખત વાર્ષિક ચક્રમાંથી પસાર થાય છે, ત્યારબાદ છ મહિનાના પ્રદર્શન

નાગરિકો અને ખાસ કરીને બાળકો તથા યુવાઓને ભારતીય સશસ્ત્રદળ અને એરફોર્સમાં જોડાવા માટે પ્રેરિત કરવા તથા ભારતીય વાયુ સેનાની શૌર્ય અને ગૌરવથી ભરપૂર કામગીરીથી સામાન્ય નાગરિકોને વાકેફ કરવા. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) ૦૬ અને ૦૭ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦ વાગ્યે રાજકોટ સ્માર્ટ સિટી વિસ્તાર પર એક રોમાંચક એર શો રજૂ કરશે અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે.

એર શોમાં વિવિધ અન્ય ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કેરિયર અને હેલિકોપ્ટર પણ ભાગ લેશે. ૧૯૯૬ માં રચાયેલ, લ્ધ્ખ્વ્ વિશ્વની ખૂબ જ ઓછી નવ-એરક્રાફ્ટ એરોબેટિકસ ટીમોમાંની એક છે અને એશિયામાં એકમાત્ર છે. આ અનોખી ટીમે ભારતમાં ૫૦૦ થી વધુ પ્રદર્શનો કર્યા છે, ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને શ્ખ્ચ્ ખાતે વિદેશમાં એર શોમાં ભારતીય વાયુસેનાની સક્ષમતા દર્શાવી છે. 

 

રાજકોટમાં થઈ રહેલ એર શોમાં થનાર ખાસ પ્રદર્શનો

કેટલાક અન્ય આકર્ષણમાં ગરુડ કમાન્ડોની વેપન સિસ્ટમ, એરફોર્સ બેન્ડનો ઉમેરો થઈ રહ્યો છે.

આ ઉપરાંત જો ઉપલી કક્ષાએથી ટેકનિકલ મંજૂરી મળે તો તેમાં અન્ય આકર્ષણોનો ઉમેરો થવાની શક્યતા છે.

 

એર-શો કાર્યક્રમની વિશેષતા

*  અટલ સરોવરની ફરતે ચાર આઉટર  વિંગમાં લોકો માટે બેઠક વ્યવસ્થા

*  એરફોર્સના નવ વિમાનો સાથેની ૧૧  ટીમ જામનગરથી ઓપરેટ થશે. ૩૦૦ મીટરની ઉંચાઇએ યોજાશે.

*  મનપા દ્વારા સુદ્રઢ પાર્કીંગ વ્યવસ્થા, ઇમરજન્સી માટે બીઆરટીએસ કોરીડોર ખુલ્લો રખાશે.

*  ગરૂડ કમાન્ડોના શસ્ત્રનું પ્રથમ વખત પ્રદર્શન એરફોર્સ બેન્ડની સુરાવલી સંભાળવાની પ્રથમવાર તક મળશે.

વેપન્સ પ્રદર્શન

સૂર્ય કિરણ ટીમ દેશ વિદેશમાં વિવિધ પ્રસંગોએ એર શો નિદર્શન કરે છે અને ભારતીય વાયુ સેનાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતમાં તેનું નિદર્શન યુવા પેઢીમાં દેશ પ્રેમની ભાવના જાગૃત થાય, નવયુવાનો ભારતીય સૈન્ય સેવાઓ જેમ કે ભારતીય વાયુ સેના, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, અગ્નિવીર જેવામાં જોડાય તે માટે પ્રેરિત કરે છે.

- સૂર્ય કિરણ ટીમ દ્વારા દેશની વિવિધ જગ્યાઓ જેમ કે કેવડીયા ખાતે સ્ટેચ્યું ઓફ યુનિટી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપના આયોજનમાં, ભોજ તાલ – ભોપાલ, પિન્ક સિટી જયપુર, ડિંડીગુલ ખાતે પરેડ મેદાન, નેશનલ ડિફેન્સ એકેડમી, એર ફોર્સ એકેડમી એમ વિવિધ સ્થાનો પર એર શો કરેલ છે.

- ઉલ્લેખનીય છે કે  આ વિમાન ઉડાડતી વખતે અને ખાસ કરીને દિલધડક સ્ટંટ કરતી વખતે પાઇલોટ દ્વારા 5g -6g જેટલો ગુરુત્વ પ્રવેગનો અનુભવ થાય છે.

 સૂર્યકિરણના એડવાન્સ વિમાનો વિવિધ ફ્લાઇટ ડિઝાઇન અને પેટર્ન બનાવવા માટે એરોસોલનો ઉપયોગ કરે છે. વિમાન ૧૫૦ કિમી/કલાક (૯૩ માઇલ પ્રતિ કલાક) થી ૬૦૦ કિમી/કલાક (૩૭૦ માઇલ પ્રતિ કલાક) ની ઝડપે ઉડે છે અને દાવપેચ કરતી વખતે ૧,૧૦૦ કિમી/કલાક (૬૮૦ માઇલ પ્રતિ કલાક) સુધીની ઝડપે પહોંચી શકે છે. દાવપેચ પાઇલટ્સને ૅ૬ અને -૧.૫ વચ્ચે વૈકલ્પિક જી-ફોર્સનો (ગુરુત્વાકર્ષણબળ) સામનો કરવો પડે છે. સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) એ ભારતીય વાયુસેનાનું ખાસ એરોબેટિકસ સ્કવોડ્રન છે, જે લાલ અને સફેદ HAWK Mk-૧૩૨ ટ્રેનર જેટ ઉડાવવા માટે જાણીતું છે. તેમના એર શોમાં વિવિધ પ્રકારની રચનાઓ અને દાવપેચ દર્શાવવામાં આવે છે, જેમ કે DNA મેન્યુવર, બેરલ રોલ્સ અને હાર્ટ લૂપ્સ, જે ઘણીવાર નવ એરક્રાફ્ટ ફોર્મેશનમાં કરવામાં આવે છે. આ ટીમ છ મહિના માટે સખત તાલીમ લે છે અને અન્ય છ માટે પ્રદર્શન કરે છે, તેમના શો ચોકસાઇ ઉડાન દર્શાવવા અને યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણા આપવા માટે રચાયેલ છે. 

(3:45 PM IST)