News of Wednesday, 3rd December 2025
સજાના વોરંટમાં ફરાર પાંડિયન સ્વામી પડકાયા

રાજકોટ, તા.૩: નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. સામતભાઇ ગઢવી, કોન્સ બુટાભાઇ ઠુંગા, ક્રિરપાલસિંહ સિંધવ, તથા હોમાગર્ડ સાહિલભાઇ બોરીચા સહિતે બાતમીના આધારે નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં નાસતા ફરતા પાંડિયન સ્વામી યોનનસ્વામી મદ્રાસી (ઉ.૫૦) (રહે. હંસરાજનગર)ને પકડી લીધો હતો.
(3:46 PM IST)










