News of Thursday, 4th December 2025
દબાણ શાખા ત્રાટકી રાજમાર્ગો પરથી મંજુરી વિનાના રાજકીય-સામાજીક સંસ્થાના ૧૮૩પ બોર્ડ-બેનરો હટાવાયા
રામાપીર ચોકડી, રૈયા રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાંથી નડતર રૂા. પ૭૪૩ રેંકડી-કેબીન, પરચુરણ માલ-સામાનના દબાણો હટાવાયાઃ રૂા.૬.ર૧ લાખનો વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ, તા. ૪ : મનપાના દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ૧પ દિ'માં કુલ ૮૮ રેકડી-કેબીન અને ૧૮૩પ બોર્ડ/બનરો જપ્ત કરેલ તેમજ રૂા. ૬,૩૧,૯૯પ નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે દબાણ હટાવ શાખા દ્વારા તા.૧૬ નવેમ્બર થી ૩૦ નવેમ્બર દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
સાધુવાસવાણી રોડ, રામાપીર ચોકડી રૈયા રોડ, નંદનવન પાર્ક, જ્યુબેલી મવડી બ્રિજ નીચે રેલ્વે લાઈન, આનંદ બંગલા ચોક, રામનાથપરા, રવિવારી આજીડેમ, કોઠારીયા રોડ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી રસ્તા પર નડતર રૂપ ૮૮ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી, સાધુવાસવાણી રોડ, રામાપીર ચોકડી રૈયા રોડ, ૧૫૦ ફુટ રોડ, કાલાવાડ રોડ, નાણાવટી ચોક, ભીમનગર રોડ, યુનિ.રોડ, જ્યુબેલી, જામનગર રોડ, હેમુગઢવી હોલ, જંકશન રોડ,ગાયત્રીનગર મે.રોડ, ઢેબર રોડ, જંકશન રોડ, કળષ્ણનગર મે.રોડ, કોઠારીયા રોડ, ધરાર માર્કેટ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પરથી જુદીજુદી અન્ય ૬૫૫ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. જામનગર રોડ, લક્ષ્િમનગર, જ્યુબેલી, યુનિ.રોડ, કોટેચા ચોક થી આકાશવાણી ચોક સુધી, ધરાર માર્કેટ, કેસરી પુલ, પારેવડી ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી ૨૬૪૮ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી પાસે થી રૂ.૮૧,૮૦૦ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.૮૦ ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ,ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.૫,૫૦, ૧૯૫ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જામનગર રોડ,જલારામ ચોક, જંકશન પ્લોટ, રેસકોર્ષ રોડ, યુનિ.રોડ, ૧૫૦ ફુટ રોડ, નાણાવટી ચોક, સાધુવાસવાણી રોડ, પટેલ કન્યા છાત્રાલય, કોઠારીયા રોડ, સેટેલાઈટ ચોક પરથી ૧૮૩૫ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે
(4:20 PM IST)










