<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

કાલે બાબા સાહેબ આંબેડકરજીનો મહાપરિનિર્વાણ દિવસ : સ્વયમ સૈનિક દળ દ્વારા રેલી-સલામી સભા

સવારે ૯ વાગ્યે રેલીનું પ્રસ્થાનઃ મૂળ નિવાસી સમાજને જોડાવા આમંત્રણ

રાજકોટઃ તા.પ, કાલે તા. ૬ ના રોજ મહામાનવ, ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમીતે સ્વયમ સૈનિક દળ દ્વારા રાજકોટ ખાતે ભવ્ય મહારેલી, મહાસલામી અને મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે.

સમસ્ત મૂળનિવાસી સમાજ આ કાર્યક્રમમાં જોડાઇ ડો.બાબા સાહેબને સલામી આપી મહામાનવના ત્યાગ અને બલિદાનને યાદ કરી તેમનું રૂણ અદા કરશે.

રેલી સવારે ૯ વાગ્યે નવા થોરાળાથી પ્રસ્થાન થશે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ સલામી આપી અને બિરસામુંડા સાહેબની પ્રતિમાએ સલામી આપી અને રેલી સભા સ્થળે પ્રસ્થાન થશે..

સભા નિલકંઠ પાર્ક મેઇન રોડ, દેવપરા શાકમાર્કેટ પાસે, કાવેરી એપાર્ટમેન્ટની બાજુમાં ગ્રાઉન્ડમાં, શ્રમ શ્રધ્ધા ચોક, રાજકોટ ખાતે યોજાશે તેમ સ્વયમ સૈનિક દળના ચંદ્રેશ મકવાણા, ચેતન મકવાણા, કૈલાશ ચૌહાણ (માો. ૯૦૯૯૯ ૯૭૬૧૩) એ ''અકિલા'' કાર્યાલય ખાતેની મુલાકાતમાં જણાવ્યું હતું.

(4:31 PM IST)