તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 6th December 2025
પરસાણાનગર અને સરદારનગર સોસાયટીમાં દારૂના બે દરોડાઃ રાજેશ અને ધવલ પકડાયા
પીસીબીની ટીમે રૂા.૪પ હજારની કિંમતની દારૂની ૪૦ બોટલ કબજે

રાજકોટઃ તા.૬, કોઠારીયા રોડ પર પરસાણાનગરમાં અને ઓમનગર સર્કલ પાસે સરદારનગર સોસાયટીમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૪પ હજારની કિંમતની દારૂની ૪૦ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ પરસાણાનગરમાં એક શખ્સ વિદેશી દારૂ સાથે ઉભો હોવાની બાતમી મળતા પીસીબીના હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા તથા કોન્સ. વાલજીભાઇ જાડા સહિતના સ્ટાફે દરોડો પાડી પરસાણા નગર શેરી નં. ૭ માં થી રૂા. ૩૧ર૦૦ ની કિંમતની વિદેશી દારૂની ર૪ બોટલ સાથે રાજેશ લાલજીભાઇ સાકરીયા (ઉ.વ. ૪૬) ( રહે.કુવાડવા રોડ, અંબીકા રેસીડન્સી શેરી નં. ૧) ને પકડી લીધો હતો. જયારે બીજા દરોડામાં મવડી રોડ ઓમનગર સર્કલ પાસે સરદારનગર સોસાયટીમાં દરોડો પાડી રૂા.૧૪૬૪૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૬ બોટલ સાથે ધવલ વિજયભાઇ ગોહેલ (ઉ.વ.ર૬) (રહે. સરદારનગર સોસાયટી શેરી નં. ૮ ને પકડી લીધો હતો. આ કામગીરી પીસીબીના હેડ કોન્સ. કે.વી. ઝાલા, કિરતસિંહ ઝાલા તથા કોન્સ. વાલજીભાઇ જાડા દ્વારા કરવામાં આવી હતી.
(2:57 PM IST)










