<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ગાયત્રીનગરના જલારામ ચોકમાં પહેલા માળના રવેશમાંથી પટકાતાં વૃધ્‍ધાનું મોત

૮૦ વર્ષના ગંગાબેન નેપાળી જામનગરથી રાજકોટ પોૈત્રના ઘરે આવ્‍યા હતાં

રાજકોટ તા. ૯: શહેરના ગાયત્રીનગર જલારામ ચોકમાં રહેતાં નેપાળી યુવાનના ઘરે જામનગરથી આવેલા તેના ૮૦ વર્ષના દાદીમા પહેલા માળે રવેશમાં ઉભા હતાં ત્‍યારે ચક્કર આવતાં પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે. જાણવા મળ્‍યા મુજબ જામનગર રહેતાં ગંગાબેન મોહનસિંગ લુહાર (ઉ.વ.૮૦) ગત સાંજે છએક વાગ્‍યે ગાયત્રીનગર જલારામ ચોક ભક્‍તિનગર સર્કલ પાસે પોૈત્ર વિરૂ પ્રસાદભાઇ નેપાળીના ઘરે હતાં ત્‍યારે પહેલા માળે રવેશમાંથી પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ગંગાબેન દિકરા સાથે જામનગર રહેતાં હતાં, ચારેક દિવસ પહેલા ત્‍યાંથી રાજકોટ પોૈત્રના ઘરે આવ્‍યા હતાં. સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. હોસ્‍પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહ, રવિભાઇએ જાણ કરતાં ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(12:31 PM IST)