<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ખોખડદળ ગામ પાસે તળાવમાં ડૂબી જતાં અજાણ્‍યા યુવાનનું મોત

આજીડેમ પોલીસે મૃતક યુવાનના વાલીવારસની શોધખોળ હાથ ધરી

રાજકોટ, તા. ૯: આજીડેમ નજીક ખોખડદળ ગામ પાસે પાણી ભરેલી ખાણમાંથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવતા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ખોખડદળ ગામથી પડવલા ગામ તરફ જતા રોડની બાજુમાં પાણી ભરેલી ખાણમાં આશરે ૪૦ વર્ષીય અજાણ્‍યા યુવાનની લાશ તરતી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ સ્‍ટાફે યુવાનને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ. જે.કે. કુરીયા સહિતે ઘટના સ્‍થળે પહોંચી યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો આજીડેમ પોલીસ સ્‍ટેશન ફોન નં. ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:52 PM IST)