News of Tuesday, 9th December 2025
એકરંગ ઇન્સ્ટીટયુટ દ્વારા મનોદિવ્યાંગ દિન નિમિતે રેલી

૮ મી ડીસેમ્બરના રોજ વિશ્વભરમાં મનોદિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટ સ્થિત એકરંગ માનસીક વિકલાંગ દિકરીઓની નિઃશુલ્ક સંસ્થા દ્વારા વિશ્વ મનોદિવ્યાંગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ. આજી જી.આઇ.ડી.સી., સોરઠીયાવાડી સર્કલ, ભકિતનગર સર્કલ જેવા સ્થળો પર પસાર થતા નાગરીકોમાં મનોદિવ્યાંગો પ્રત્યેની જાગૃતી લાવવા અને સમાજ દ્વારા મનોદિવ્યાંગોને સ્વીકાર કરવાની ભાવના દર્શાવતા સ્લોગન અને બેનર દ્વારા એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓ દ્વારા જનજાગૃતિનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એકરંગ સંસ્થાના પ્રમુખ દિપીકાબેન પ્રજાપતીએ કરેલ.
(3:04 PM IST)










