<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ખેતીમાં પાકના નુકશાન માટે ભાગિયા મજૂરોને વળતર ચૂકવોઃ સેંકડો ભાગીયાનું કલેકટરને આવેદન

ખેતીમાં મૂખ્‍ય મહેનત અમારી હોય છેઃ રાષ્‍ટ્રપતિજીને સંબોધી આવેદન પાઠવ્‍યું

રાજકોટ, તા. ૯: રાજકોટ શહેર-જીલ્લાના ખેતી કામ કરતા પ૦૦ થી ૭૦૦ ભાગીયા મજુરો આજે કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા અને રાષ્‍ટ્રપતિજીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાકના નુકશાન માટે ભાગિયા મજુરોને વળતર આપવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, અતિવળષ્ટિને કારણે થયેલા નુકસાનનું મૂલ્‍યાંકન કરવા માટે ભાગિયા મજૂરોનો સર્વે કરવામાં આવે અને થયેલા નુકસાનનું મૂલ્‍યાંકન કરવામાં આવે. જે લોકો ખેતરોમાં કામ કરે છે અને પાક ઉગાડે છે તેઓ ભાગિયા મજૂર છે. જેમને આનો લાભ નહીં મળે તેઓને નુકસાન થયું છે. ભાગિયા મજૂરોએ જ પાક ઉગાડયો છે.

ખેડૂતો દ્વારા ભાગિયા મજૂરોને બાકી લોન આપવામાં આવે છે. લોનના બદલામાં, ભાગિયા મજૂરોને ખેડૂતોના ખેતરોમાં દિવસ-રાત કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. નાની નાની બાબતોમાં દુર્વ્‍યવહાર અને હિંસા સામાન્‍ય છે. ભાગિયા મજૂરોને વર્ષના અંતે તેમના વેતનના ચોથા અથવા કેટલીક જગ્‍યાએ પાંચમા હિસ્‍સામાંથી ચૂકવણી કરવામાં આવે છે.

કામ દરમિયાન થયેલા અકસ્‍માતોમાં ભાગિયા મજુરોને કોઇ વળતર આપવામાં આવતું નથી. વળતર મળવું જોઇએ. આદિવાસી પરિવાર માંગ કરે છે કે ભાગિયા મજુરોને થતા અન્‍યાય, જુલમ અને શોષણ સામે કાનૂની કાર્યવાહી કરીને તેમને ન્‍યાય મળે.

(3:16 PM IST)