<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

માઇન્‍ડ અને કોન્‍સ્‍યસનેસની જાગૃતિ માટે સન ટુ હ્યુમન પરિવાર દ્વારા રાજકોટમાં છ દિવસીય નિઃશુલ્‍ક શિબિર

ઓરીએન્‍ટેડ પ્રયોગોથી શરીરની શક્‍તિઓને જાગૃત કરાશે : છેલ્લા ત્રણ દિવસના સેશનમાં પૂ. પરમ આલયજી પ્રશિક્ષણ આપશે

રાજકોટ તા. ૯ : મગજની શક્‍તિઓને વિકસીત કરવા સન ટુ હ્યુમન ફાઉન્‍ડેશન દ્વારા તા.૧૭ થી રર એમ છ દિવસીય નિઃશુલ્‍ક શિબિરનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શિબિર આયોજકોએ જણાવ્‍યુ હતુ કે પૂર્ણતઃ નિશુલ્‍ક અને નવા દ્રષ્‍ટિકોણવાળી આ શિબિરથી લોકોના જીવનમાં સકારાત્‍મક બદલાવવા પ્રયાસ કરાશે. ભરપુર ભોજન કરીને પણ ૨૦ કિલોથી લઇને ૫૦ કિલો વજન બરાબર કરી શકાય છે. તેમજ ડાયાબીટીસ, આર્થરાઇટીસ, માઇગ્રેઇન, બ્‍લડ પ્રેશર, ડીપ્રેશન, તણાવ વગેરે અનેક બિમારીઓમાં જાતે જ સારા પરિણામો મેળવી શકાય છે. તે બાબતોનું પ્રશિક્ષણ આ શિબિરમાં અપાશે.

સન ટુ હ્યુમન ફાઉન્‍ડેશન દ્વારા અવાર નવાર આ શિબિરનું આયોજન મુંબઇ ખાતે કરવામાં આવે છે. જેમાં પ્રથમ ત્રણ દિવસ સમ્‍યક આહામર, સમ્‍યક વ્‍યાયામ, સમ્‍યક ઉંઘ અને ધ્‍યાનના સાયન્‍ટિફિક સુત્ર અને ૧૦૦ % રીઝલ્‍ટ ઓરીએન્‍ટેડ પ્રયોગો દ્વારા શરીરની શક્‍તિઓને જગાવવામાં આવે છે. આ માટે ઓરિએન્‍ટીક પ્રયોગો અપનાવાશે. અંતિમ ત્રણ દિવસ પૂ.પરમ આલયજી સ્‍વયં પધારીને માર્ગદર્શન આપે છે. જેઓએ શરીર, મન અને ચેતનાને શક્‍તિશાળી બનાવવા માટે રપ વર્ષની સાધના અને રીસર્ચ કરર્યુ છે.

શિબિરમાં બે કલાક સરળ અને સાયન્‍ટિફિક પ્રયોગો પછી ૨૦ થી ૨૫ પ્રકારની આઇટમનો સ્‍વાસ્‍થ્‍યવર્ધક રસપૂર્ણ આલ્‍કલાઇન બ્રેકફાસ્‍ટ આપવામાં આવે છે.

રાજકોટમાં તા. ૧૭ થી રર સુધી સાંજે ૬.૩૦ થી ૮.૩૦ સુધી પરસાણા ચોક પાસેનું મેદાન, નવો ૧૫૦ ફુટ રીંગરોડ, મોટામવા ખાતે યોજાયેલ આ શિબિર તદન નિઃશુલ્‍ક છે. માત્ર રૂ.૫૦ રજીસ્‍ટ્રેશન ચાર્જ રાખેલ છે. જોડાવા અને વધુ માહિતી માટે મો.૯૯૧૩૮ ૯૮૪૬૫ અથવા મો.૬૨૩૨૩ ૩૮૮૪૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સન ટુ હ્યુમન રાજકોટ પરિવારના મુકેશભાઇ ગાજીપરા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઇ પેલ, મનોજભાઇ વેકરીયા, તારીનીજી ઇન્‍દોરવાળા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:17 PM IST)