<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન : ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટ અપ માટેના એક નવતર અભિગમનો પ્રારંભ : ગિફ્ટના ચેરમેન ડૉ. અઢિયા સહિત એકેડેમી પાર્ટનર્સની પ્રેરક ઉપસ્થિતિ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના IT- ઇન્ડિયા ટુમોરોના વિઝનને ગિફ્ટ ફીન્ટેક એન્ડ ઇનોવેશન હબ સાકાર કરશેઃ ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ ,ફિન્ટેક ઇનોવેશન હબ યુવા ઉદ્યમીઓને નવી તકો અને યંગ પ્રોફેશનલ્સને નવા રોજગાર અવસરો પૂરા પાડશે : ગુજરાત ૨૦૨૯ સુધીમાં ગ્લોબલ ફિન્ટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનવા સજ્જ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ4:18 PM IST

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "હોલિસ્ટિક અને અફોર્ડેબલ હેલ્થકેર ફોર ઓલ" ની સંકલ્પ પૂર્તિ માટે ગુજરાત સંકલ્પબધ્ધ : ગુજરાત મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું : ગુજરાતનો મેડિકલ ટુરીઝમ ઉદ્યોગ વાર્ષિક ૩૦ ટકાના દરે વિકાસ થયો : ગુજરાત રાજ્યનું ભારતના મેડિકલ ટુરીઝમ ક્ષેત્રમાં ૨૫ થી ૩૧ ટકા યોગદાન : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ગુજરાતના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓને ગુણવત્તાયુક્ત અને વર્લ્ડ ક્લાસ બનાવી NABH (National Accreditation Board For Hospital And Healthcare Providers) અને JCI(Joint Commission international)ના એક્રિડેશન માટેની નેમ વ્યક્ત કરતા આરોગ્ય મંત્રી : અમદાવાદ સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજીત 'ગ્લોબલ હેલ્થ - ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ બિયોન્ડ હોરાઈઝન્સ' કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ: ૧૬ થી વધુ દેશ અને ભારતના ૧૪ રાજ્યોના ડેલિગેશન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં4:27 PM IST

ચાર વૃધ્‍ધાને ‘બેભાનીયા પીણા' પાઇ લાફા મારી લૂંટ : મવડી કણકોટ રોડ પર ડ્રીમ સીટી નજીક, જુની કલેક્‍ટર કચેરી પાસે અને જ્‍યુબીલી શાક માર્કેટ નજીક તથા ગાંધીગ્રામ વિસ્‍તારમાં સોનાના દાગીના-રોકડ-ફોન લૂંટી લેવાની ઘટનાઓઃ તાલુકા પોલીસે શકમંદસ્ત્રી-પુરૂષને ઉઠાવી પુછતાછ આદરીઃ તમામ ભેદ ખુલી જવાની શક્‍યતાઃ મવડી ટાઉનશીપમાં રહેતાં ૬૨ વર્ષના પુષ્‍પાબેન નકુમને દવાખાનાનું સરનામુ બતાવવાના બહાને ઘેની ચા-સોડા પાઇ બેભાન કરી સોનાની બુટી, દાણો, રોકડ લૂંટી લીધા'તાઃ મોચી બજાર તીલક પ્‍લોટના ૬૫ વર્ષના જાનાબેન ખીમસુરીયાને નાગરીક બેંક ચોકમાં લચ્‍છી, સરબત પાઇ અર્ધબેભાન કરી લાફા મારી ૮૦૫૦૦ના દાગીના-રોકડની લૂંટઃ માધાપરના ૬૩ વર્ષના નાથીબેન પરમારને તમને ચક્કર આવે છે તો બેસો, તમારા દિયરને હું ઓળખુ છું કહી લચ્‍છી પાઇ અર્ધબેભાન કરી માર મારી ૧.૭ લાખના દાગીના લૂંટી લેવાયા હતાં: ગાંધીગ્રામ પોલીસમાં પણ આવો જ ગુનો નોંધાયો હતો તે પણ ઉકેલાયોઃ રામધણ આશ્રમે દર્શન કરી નીકળેલા પુષ્‍પાબેન નકુમને ગઠીયાઓએ પીવડાવેલી ચા-સોડાથી એવુ ઘેન ચડયું કે ૧૩મીએ બેભાન થયા બાદ છેક બીજા દિવસે ભાનમાં આવ્‍યાઃ ત્‍યાં સુધી રોડ પર રેતીના ઢગલા પાસે પડી રહ્યા! જ્‍યુબીલી શાક માર્કેટ પાસે ૬૫ વર્ષના જાનાબેનને ઠગ મહિલાએ કહ્યું-તમે મારી દિકરી છો, મારે આજે તમને ઠંડુ પીવડાવવું છેઃ વૃધ્‍ધા લાગણીમાં આવી ગયા અને લચ્‍છી-સરબત પી લીધાઃ અર્ધબેભાન થતાં લાફા મારી દાગીના લૂંટી લેવાયા'તા2:48 PM IST

પોરબંદરમાં ભૂપેન્‍દ્રભાઇ પટેલનો આવતીકાલનો કાર્યક્રમ રદ : દરિયામાં જેતપુર સાડી ઉદ્યોગોનું ઝેરી કેમીકલ્‍સયુકત પાણી પ્રશ્‍ને મુખ્‍યમંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆતો થાય તેવી સંભાવનાને લઇ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇનો સ્‍વામિત્‍વ યોજનાનો છેલ્લી ઘડીએ કાર્યક્રમ ‘‘કેન્‍સલ'' કરાયો : અગાઉ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ પોરબંદર આવ્‍યા ત્‍યારે દરિયામાં પ્રદુષિત પાણી નહીં ઠાલવવા અને આ પ્રશ્‍ને રસ્‍તો કાઢવા પોરબંદરવાસીઓને જણાવ્‍યું હતું તે વચનને બદલે સરકારની યોજના મુજબ દરિયામાં ઝેરી કેમીકલ્‍સવાળુ પાણી ઠાલવવાની પાઇપલાઇન બિછાવવાનું કામ પુરજોશમાં શરૂ થયું અને ખારવા સમાજ દ્વારા વિરોધમાં અન્‍ય તમામ સમાજ જોડાયા 1:28 PM IST

ઍસ.જી.વી.પી.ઍ જ્ઞાનવારસાને ગુરૂકુલ પરંપરાના માધ્યમથી આગવો ઓપ આપ્યો છેઃ ભુપેન્દ્રભાઈ પટેલ : ગીર સોમનાથ જિલ્લાના દ્રોણેશ્વરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નૂતન કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્તઃ રૂ.૨૦ કરોડના ખર્ચે ૫૦૦ વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક સુવિધાસભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશેઃ જ્ઞાનથી દરેક સમસ્યાનું સમાધાન મળે છે:વિરાસતની જાળવણી સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું રાજ્ય સરકારનું ધ્યેયઃ ભૂપેન્દ્રભાઈ પટેલઃ ગીર ગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ ખાતે મુખ્યમંત્રીઍ ઍસ.જી.વી.પી.ના સંત શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યુઃ સંતો-મહંતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ11:59 AM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST