<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

જલકથાઃ ‘અપને અપને શ્‍યામ કી'ના આમંત્રણ સ્‍વરૂપે રાજકોટમાં બાઈક રેલી

ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા શુક્રવારે વિશાળ બાઈક રેલીઃ જળ સંરક્ષણનો સંદેશ સાથે જલકથાનું આમંત્રણ પાઠવશે

રાજકોટઃ વિખ્‍યાત કવિ, તત્‍વચિંતક અને કથાકાર ડો.કુમાર વિશ્વાસની રાજકોટમાં પ્રથમ વખત યોજાઈ રહેલ ‘જલકથા અપને અપને શ્‍યામ કી'ના આમંત્રણના ભાગરૂપે ગીગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા એક ભવ્‍ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ત્રણ દિવસીય કથાનો મુખ્‍ય હેતુ આધ્‍યાત્‍મિક જાગૃતિની સાથે જળ સંરક્ષણના સંદેશને યુવાનો સુધી પહોંચાડવાનો હોવાનું યાદીમાં જણાવાયું છે.

તા.૧૨ ડિસેમ્‍બર શુક્રવાર સાંજે ૫ વાગ્‍યે રેસકોર્સ સ્‍થિત રમેશ પારેખ રંગમંચથી શરૂ થનાર બાઈક રેલી રેસકોર્સ, આમ્રપાલી બ્રીજ, રૈયા સર્કલ, કેકેવી ચોક, કોટેચા ચોક, કાલાવડ રોડ અંડર બ્રિજ, એસ્‍ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, લીંબડા ચોક, મોટી ટાંકી ચોક અને કમિશ્નર કચેરી થઈને રેસકોર્સ પરત ફરશે.

આ આમંત્રણ રેલીમાં જોડાવા ઈચ્‍છતા લોકોને પરિમલભાઈ પંડયા (૯૪૦૯૬ ૪૪૩૮૩), અમિતાભઈ મણિયાર (મો.૯૪૨૫૬ ૩૦૭૭૯) અથવા અંકિતભાઈ દાવડા (મો.૯૯૭૪૦ ૯૫૩૪૩)નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:31 PM IST)