News of Tuesday, 9th December 2025
રાજકોટના નવા થોરાળામાં રસોડાના ભોંયરામાંથી ઝડપાયો ૩.૨૨ વિદેશી દારૂ
એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને પો.હેડ.કોન્સ. હરદેવસિંહ રાણાને સંયુક્ત બાતમી: પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. જે. હૂણ, પીએસઆઇ ત્રાજિયા અને ટીમની કામગીરી

રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના આદેશથી શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામી દેવા માટે પીસીબી દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી છે. આ અંતર્ગત, નવા થોરાળા વિસ્તારમાં રસોડાના પ્લેટફોર્મ નીચે ગુપ્ત રીતે બનાવેલા રૂમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પીસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ કરી રહેલા એ.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને પો.હેડ.કોન્સ. હરદેવસિંહ રાણાને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે, નવા થોરાળા સર્વોદય સોસાયટી શેરી નં. ૫/૧ ના ખૂણે આવેલ એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, મકાનના રસોડામાં પ્લેટફોર્મની નીચે ભોંય તળીયે ગુપ્ત રીતે બનાવેલા રૂમમાંથી (ભોંયરામાંથી) વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આ કેસમાં આરોપી કામીલ હાજીભાઇ ઓડીયા (રહે. નવા થોરાળા સર્વોદય સોસાયટી શેરી નં. ૫/૧, રાજકોટ) ની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જપ્ત કરાયેલ મુદ્દામાલમાંદ ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્સકી બોટલની સાઈઝ: ૧૮૦ એમ.એલ કુલ બોટલ નંગ: ૯૬૦ કુલ કિંમત: ૩,૨૨,૫૬૦ રૂપિયા થાય છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગાડીયાની સૂચના મુજબ આ સમગ્ર સફળ કામગીરીમાં પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા અને એમ.જે. હુણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને હિરેન્દ્રસિંહ પરમાર રોકાયા હતા.
(4:11 PM IST)










