<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ચાર વર્ષની બાળકીના નાકમાં દોઢ મહિનાથી ફસાયેલ રબરનું સ્‍પોન્‍જ દુરબીન વડે કાઢી અપાયું: દર્દી યાતના મુક્‍ત

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્‍સો બાળકોમાં લાંબા સમયથી થતી શરદીને અવગણશો નહીઃ ડો.હિમાંશુ ઠક્કર

રાજકોટઃ અત્રે પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં રાજકોટ વિદ્યાનગર રોડ સ્‍થિત ડો હિમાંશુ ઠક્કર ની હોસ્‍પિટલ ખાતે એક અનોખો કિસ્‍સો નોંધાયો જેમાં ચાર વર્ષની બાળકી જીનલ તરબદા સુધાઘૂના ગામ તાલુકો ધ્રોલ જિલ્‍લા જામનગર ની રહેવાસી જિનલ ના પિતાના રમેશ ભાઈ ના જણાવ્‍યા મુજબ, છેલ્‍લા દોઢ મહિના થી તેમની દીકરીના ડાબા નાકમાંથી દુર્ગંધવાળું પ્રવાહી સતત નીકળતું હતું અને શરદી પણ મટતી નહોતી. અનેક દવાઓ કરાવી, રિપોર્ટ્‍સ કરાવ્‍યાં, CT સ્‍કેન પણ કરાવ્‍યું, છતાં સમસ્‍યા શોધાઈ નહોતી.

અંતે રાજકોટ વિદ્યાનગર રોડ સ્‍થિત ડો. હિમાંશુ ઠક્કર ઠક્કર હોસ્‍પિટલમાં તપાસ કરાવતા દૂરબીનથી જોઇને ખબર પડી કે નાકમાં ખુબ જ ઊંડે રબરનું સ્‍પોન્‍જ ફસાયું છે. ડો. ઠક્કર સાહેબે માત્ર ગણતરીની મિનિટોમાં જ તે સ્‍પોન્‍જ કાઢી જીનલને યાતનામુક્‍ત કરી હતી.

ડો.હિમાંશુ ઠક્ક ના જણાવ્‍યા મુજબ, બાળકો રમતા રમતા ઘણી વાર કાન, નાક અને ગળામાં કંઈ ને કંઈ નાંખી દેતા હોય છે અને તેથી ઘણી ગંભીર પરિસ્‍થિતિ ઊભી થઈ શકે છે. જો એ રબરનું સ્‍પોન્‍જ નાકમાંથી ગાળામાં ઉતરી અને શ્વસનનળીમાં ફસાઈ જાય તો જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે. પરંતુ આવા અનેક કેસોમાં સફળતા પૂર્વક પાર પાડનાર ડો. હિમાંશુ ઠક્કરે ફરી એકવાર કુનેહપૂર્વક નાકમાં દોઢ મહિના થી ફસાયેલ રબરનું સ્‍પોન્‍જ દૂરબીન વડે કાઢી આપી દર્દીને યાતનામુક્‍ત કર્યા હતા. ડો. ઠક્કરના જણાવ્‍યા મુજબ નાકમાં એક બાજુથી દુર્ગંધવાળું પ્રવાહી નીકળવું, લોહી આવવું અથવા શરદીની દવાઓ લીધા છતાં શરદી નહિ મટતી હોય તો આવા સંજોગોમાં નિષ્‍ણાત ENT સર્જનની સલાહ લેવી જોઈએ. અંતે જીનલના પિતા રમેશભાઇએ ડો. હિમાંશુ ઠક્કરનો  આભાર માન્‍યો હતો.

હોસ્‍પિટલનું સરનામું: ડો. ઠક્કર ઈએનટી એન્‍ડ ડેન્‍ટલ સર્જિકલ હોસ્‍પિટલ, ૨૦૨, લાઇફલાઇન બિલ્‍ડિંગ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ, (મો.૯૧૦૬૧ ૧૯૦૩૮)(

(11:08 AM IST)