News of Wednesday, 10th December 2025
પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ અને માનવ અધિકાર પ્રકલ્પના ચેરમેનપદે એડવોકેટ મેઘરાજસિંહ ચુડાસમા
ફોજદારી કેસોમાં પ્રેક્ટીસ : કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી

રાજકોટ તા. ૧૦ : શહેરના જાણીતા અને પ્રતિષ્ઠિત યુવા વકીલ શ્રી મેઘરાજસિંહ એમ. ચુડાસમા(મો. ૮૦૦૦૦૮૬૪૬૫)ની તાજેતરમાં લીગલ એન્ડ યુમન રાઇટસ સેલના ચેરમેન તરીકે નિમણૂંક પ્રદેશના પ્રમુખ યોગેશ રવાણી દ્વારા કરવામાં આવી છે. શ્રી ચુડાસમાને મળેલ આ જવાબદારી શહેર તેમજ રાજ્યના ન્યાય ક્ષેત્ર અને પીડિતો અને વંચિત ઉપરાંત કાયદાની જરૂરિયાત વાળા લોકો માટે મહત્વપૂર્ણ કદમ માનવામાં આવી રહ્યું છે.
શ્રી મેઘરાજસિંહ ચુડાસમા વર્ષ ૨૦૧૭થી રાજકોટ સિટીમાં ફોજદારી કેસોમાં સક્રિય પ્રેક્ટિસ કરી રહ્યા છે અને નાની વયે તેઓએ પોતાના વિશેષ જ્ઞાન નિષ્પક્ષતાપૂર્ણ કાર્યશૈલી અને અડગ ન્યાય પ્રત્યેની ભાવનાના કારણે અલગ અને આગવી છાપ ઊભી કરી છે. શહેરના ફોજદારી ન્યાય ક્ષેત્રમાં ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓમાં તેઓએ સફળ વકીલાત કરીને પોતાનું નામ સ્થાપિત કર્યું છે.
સામાજીક ન્યાય પીડિતોના હક અને કાનૂની જાગૃતિ ક્ષેત્રે તેઓ પ્રાંભથી જ આગળ રહ્યા છે. ખાસ કરીને પોલીસ એડમિનિસ્ટ્રેશન ફોજલારી તપાસ તેમજ માનવ અધિકાર સંબંધિત સંવેદનશીલ કેસોમાં તેમણે કાનૂની સહાયતા ઉપલબ્ધ કરાવી છે. તેમના પ્રયાસોથી અનેક સમાન્ય નાગરિકોને ન્યાય મળ્યો છે એવો વિશ્વાસ સમાજના વિવિધ લોકોમાં વ્યાપેલો છે. તેઓ રાજપુત કરણી સેનાના લીગલ સેલ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
શ્રી ચુડાસમાએ જણાવ્યું કે જનતા અને પીડિતોની મદદ કરવાનો મારો પ્રારંભથી જ ધ્યેય રહ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા માનવ અધિકાર અને લીગલ સેલ જેવી મહત્વપૂર્ણ જવાબદારી મળવી એ મારા માટે ગોૈરવની બાબત છે.
તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મેઘરાજસિંહ ચુડાસમા, રજતભાઇ સંઘવી, દિંગુભા ઝાલા, દેવેન્દ્રસિંહ રાણા, સંજયભાઇ લાખાણી, કૃષ્ણદતભાઇ રાવલ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:21 PM IST)










