<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

BLOની નિમણુંકમાં ૧ર વિભાગોમાંથી કર્મચારી લેવાના હતા : ફકત શિક્ષકોને જ કામગીરી સોંપાઇ

મ્‍યુ. હુડકો મહામંડળનો વિરોધઃ આપઘાત કરનાર BLOના પરિવારને પાંચ લાખ આપો

રાજકોટ, તા. ૧૧ :  સરકાર દ્વારા ચૂંટણીની મતદારયાદી સુધારણાની કામગીરી હાલ ચાલુ છે. પરંતુ નવી પધ્‍ધતિથી લોકો અને કામગીરી કરતા બી.એલ.ઓ.ની પરેશાનીનો કોઇ પાર નથી. દબાણ હેઠળ કામગીરીથી ઘણા આપઘાતના બનાવો પણ બન્‍યા છે. જુની પધ્‍ધતિ એકદમ સરળ હતી જેમાં કર્મચારી ઘરે ઘરે જઇને પોતાની સાથે કાર્બન વાળી બીલ ટાઇપ બુક લાવી ૧૮ વર્ષની ઉંમરનાથી બધાના ઘરે-ઘરે પૂછીને નામો લખતા. નવાઇની વાત એ છે કે બી.એલ.ઓ.ની. નિમણુંક અંગે તા. ૧૭-૮-ર૦ર૩ ના એક પરિપત્ર દ્વારા ગુજરાતના તમામ જિલ્લા કલેકટરને પરિપત્ર આપવામાં આવેલ જેમાં સરકારના અલગ-અલગ વિભાગોમાંથી કર્મચારીને કામગીરી સોંપવાની હોય છે. આ પરિપત્રમાં ૧ થી ૧ર વિભાગોના સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ કોઇ અગમ્‍ય કારણોસર કે ફકત શિક્ષકોને ૯૦ ટકા કામગીરી સોંપી દેવામાં આવી. આમ થવાથી અને દબાણવશ બી.એલ.ઓ. આપઘાતના બનાવો બન્‍યા, તો આવા બી.એલ.ઓ. પરિવારને સરકારે પાંચ-પાંચ લાખ રૂપિયા આપવા જોઇએ. હાલની કામગીરીમાં એક પણ મતદારનું નામ સમય મર્યાદાના હિસાબે રહી ન જાય ત્‍યાં સુધી આ કામગીરી ચાલુ રાખવાની માંગણી સમગ્ર મ્‍યુ. હુડકો મહામંડળના ચેરમેન દાનુભા સોઢા, અશ્વિનભાઇ વ્‍યાસ, બિપીન ગાંધી, રાજુભાઇ જુંજા, અશોક જોષી, જયંતિભાઇ પટેલ, નિલેશ કોટેચા, શૈલેષ ત્રિેવેદી અને જય વાઘેલાએ માંગણી કરેલ છે.  

(3:47 PM IST)