<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ડો.કુમાર વિશ્‍વાસના હસ્‍તે જલજ્ઞાન એવોર્ડ જીતવાની અનેરી તક

જળસંચય મહાઅભિયાનના ભાગરૂપે ઓનલાઈન જલકથા ક્‍વિઝ : કોઈપણ વ્‍યક્‍તિ ભાગ લઈ શકશે

રાજકોટઃ ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા રાજકોટના આંગણે આગામી ૧૫, ૧૫ અને ૧૭ ડિસેમ્‍બરના રોજ એક ‘ભવ્‍ય અને દિવ્‍ય' જલકથાઃ અપને શ્‍યામ કીનું આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રખ્‍યાત કવિ, તત્‍વચિંતક અને વક્‍તા ડો. કુમાર વિશ્વાસના વ્‍યાસાસને યોજાનારી આ કથા પૂર્વે જનજાગૃતિ માટે  એક ઓનલાઇન ક્‍વિઝનું આયોજન કરવામાં આવેલ છે.

આ જલ કથા અંતર્ગત પાણીનું આધ્‍યાત્‍મિક, ધાર્મિક, વૈજ્ઞાનિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક મહત્‍વ સમજાવવા અને જાગૃતિ લાવવા માટે ટ્રસ્‍ટ દ્વારા ઓનલાઈન જલકથા ક્‍વિઝ' પ્રોજેકટ લોન્‍ચ કરવામાં આવ્‍યો છે. આ ઓનલાઈન ક્‍વિઝમાં કોઈપણ વ્‍યક્‍તિ ભાગ લઈ શકશે. ર્સ્‍પધક ગુજરાતી, હિન્‍દી અને અંગ્રેજીમાં પ્રશ્નોના ઉત્તર આપી શકશે. ભાગ લેનાર તમામ લોકોને ઈ-સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, ક્‍વિઝમાં ઉત્‍કૃષ્ટ પ્રદર્શન કરનાર ટોચના ૧૦ સ્‍પર્ધકોને ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ તરફથી કથા દરમિયાન ડો. કુમાર વિશ્વાસના શુભ હસ્‍તે જલજ્ઞાન એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવશે. ટ્રસ્‍ટનો આ નવતર પ્રયોગ જળ સંરક્ષણના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. ક્‍વિઝમાં ભાગ લેવા ઇચ્‍છુક લોકો ક્‍વિઝ માટેની વિક જલકથાક્‍વિઝ કોમ (jalkathaquiz.com) પરથી અથવા ક્‍યુઆર કોડ સ્‍કેન કરીને ક્‍વિઝમાં ભાગ લઈ શકશે. આ અંગે વધુ વિગત માટે પ્રકાશ ભાલાળા (૯૮૨૫૮ ૦૪૫૧૧) આશિષ વેકરીયા (૯૦૩૩૯ ૭૧૫૦૮) અથવા શૈલેષ ભીમાણી (૯૯૦૯૯ ૫૮૦૮૩)નો સંપર્ક કરવા ગીરગગા પરિવાર ટ્રસ્‍ટની અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

(3:47 PM IST)