News of Thursday, 11th December 2025
કાયદેસમ્રાટ ડો. પુરૂષોત્તમ પીપરીયાનો જન્મદિવસઃ અસાધારણ કારકિર્દી તથા શ્રેષ્ઠતમ સેવાઓનો દસ્તાવેજ
* કાયદેસમ્રાટ, બેસ્ટ યુનિવર્સલ સીઇઓ , વિશ્વપ્રવાસી અને હીમપુરૂષ ડો. પુરૂષોત્તમ પીપરીયાની જીવન, કારકિર્દી અને અજોડ સિદ્ધિઓની ગાથા...* ડો.પુરૂષોત્તમ બેકિંગ ક્ષેત્રમાં કલાર્ક કેડરમાથી સીધા જ સીઈઓ તરીકેના સર્વોચ્ચ પદ ઉપર નિમણુંક થયેલ છે * ૨૧ બેંકોમાં ફીટ એન્ડ પ્રોપર ક્રાઈટેરીયા ધરાવતા સીઈઓ તરીકેની પસંદગીમા ડો.પુરૂષોત્તમ પીપરીયા એ અહમ્ ભૂમિકા ભજવેલ છે * ૯ સંસ્થાઓમા સીઇઓ તરીકેની ફરજ બજાવનાર ડો.પુરૂષોત્તમ પીપરીયાએ ગેરશિસ્ત/ગેરરિતી આચરનાર ૧૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરી માનવ સંશાધનને મજબુતી પ્રદાન કરેલ છે * સહકારી ક્ષેત્રેના જુદા જુદા વિષય ઉપર ૧૦૦ ઉપરાંત પુસ્તકો લખી સહકારી ક્ષેત્રને વિનામૂલ્યે વિતરણ કરાતા સહકારી સંસ્થાઓ તરફથી ડો.પુરૂષોત્તમ પીપરીયાને પ્રશરિત પત્રો એનાયત થયેલ છે * ડો.પુરૂષોત્તમ પીપરીયાએ ૧૦૦૦ ઉપરાંત ગેમિનાર/ટ્રેનિગમા પેનલ ડિસ્કનિષ્ટ, મેન્ટર, વેકચરર, કિ-નોટ સ્પીકર અને જયૂરી તરીકે વિનામૂલ્ય રોવા પ્રદાન કરેલ છે * કાયદેઆઝમ ડો.પુરૂષોત્તમ પીપરીયા કાયદા અને બેકિંગના ક્ષેત્રે ઉચ્ચ જ્ઞાન ધરાવવાની સાથોસાથ પ્રવાસ, સાહસિક અને પ્રકૃતિપ્રેમી પણ છે, જેથી તેઓ વિશ્વપ્રવાસી અને હિમપુરૂષ તરીકે પણ જાણીતા છે.

રાજકોટઃ શહેરની ધરતી પર કેટલાક એવા તેજસ્વી તારલાઓ વસે છે, જેમના નામ કરતાં તેમનું કાર્ય, તેમની તીક્ષ્ણ બુદ્ધિમત્તા અને તેમની અસાધારણ સિદ્ધિઓ વધુ પ્રબળ અને દીપ્તિમાન હોય છે. આવા જ એક દિવ્ય અને અદભૂત વ્યક્તિત્વ, જેમની પાસે લક્ષ્યસિદ્ધિ, સુઝબુઝ, દીર્ઘલ્લષ્ટિ અને સુચારુ વહીવટ જેવા ઈશ્વરદત્ત ગુણોનો અખૂટ ભંડાર છે. તેવા ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપ, બેંક લી. (R.C.C. Bank) ના ગતિશીલ સી.ઈ.ઓ. અને જનરલ મેનેજર, તેમજ સહકારી જગતના કાયદેસમ્રાટ (કાયદેઆઝમ), વિશ્વપ્રવાસી, હિમપુરૂષ અને સાહસિક પુરૂષના અનન્ય બિરુદોથી વિભૂષિત ડો. પુરૂષોત્તમ પીપરીયા. આજ તા. ૧૧ ના રોજ પોતાની યશસ્વી કારકિર્દીના ૬૬ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
૬૬ વર્ષની પ્રૌઢ વયે પણ યુવાનોને શરમાવે તેવી અદમ્ય સ્ફૂર્તિ અપાર ઊર્જા અને નવોન્મેષનો તરવરાટ ધરાવતા ડો. પીપરીયા પર તેમના વિશાળ શુભચિતકો, ચાહકો, બેંકના ગ્રાહકો અને મિત્રો રૂબરૂ ટેલિકોનીક (મો.૯૪૨૭૨ ૨૦૫૪૪) અને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓનો અવિરત વરસાદ વરસાવી રહ્યા છે. જોકે, તેઓ પોતાની તમામ ગૌરવવંતી સિહિઓનો સંપૂર્ણ શ્રેય બેંકના આદ્યસ્થાપક સ્વ. શેઠ જયંતિભાઈ કુંડલીયાના ચરણોમાં નમ્રતાપૂર્વક અર્પણ કરે છે, જે તેમની વિનમ્રતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
ડો. પુરૂષોત્તમ પીપરીયાની કાનૂની તજજ્ઞતા અને જ્ઞાનની સીમાઓ કોઈ એક ચોક્કસ કાયદા પૂરતી ક્યારેય સીમિત રહી નથી, પરંતુ તે જ્ઞાનના વિભિન્ન પાસાઓનો એક અખૂટ અને વિશાળ મહાસાગર સમાન છે. જેના કારણે તેમને કાયદેસમ્રાટ'નું સન્માનજનક ઉપનામ પ્રાપ્ત થયું છે.
તેમની કાયદાકીય નિપુણતા બેકિંગ , લો, દીવાની (Civil), ફોજદારી (Criminal), સહકારી (Co-operative), કોર્પોરેટ-લો, ઈન્કમ ટેક્સ (Income Tax), જી.એસ.ટી. (GST), ઈ.ડી. (ED) સહિત સીવીલ પ્રોસીજર કોડ (CPC) રેવન્યુ એક્ટ અને લેબર સંબંધિત કાયદાઓના પ્રત્યેક પાસાં પર ઊંડો અને બહોળો અનુભવ ધરાવે છે, જે તેમને માત્ર એક વહીવટકર્તા નહીં પણ એક સફળ કાનૂની નિષ્ણાત તરીકે પ્રસ્થાપિત કરે છે. વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રે તેમણે એક અત્યંત સફળ લવાદ (Arbitrator) તરીકેની પણ ભૂમિકા અદા કરી છે, જેમાં તેમણે અંદાજે ૩૦૦ કરોડ રૂપિયા ઉપરાંતના કેસોમાં સુખદ સમાધાન અથવા નિર્દેડા દ્વારા વણઉકેલ તકરારોનો ખૂબ જ સુચારુ અને ઝડપી અંત લાવવામાં અપાર સફળતા મેળવી છે.
આ ઉપરાંત, સહકારી જગતની સંસ્થાકીય ચૂંટણીઓ હોય કે વિવિધ જ્ઞાતિ સંસ્થાઓની ચૂંટણીઓ તેઓ તેમાં નિઃશુલ્ક અને મૂલ્યવાન કાયદાકીય માર્ગદર્શન પ્રદાન કરીને સામાજિક જવાબદારીનું પણ ઉત્કૃષ્ટ નિભાવન કરે છે. તેમના કાનૂની જ્ઞાનની માસ્ટર કી થી અનેક જટિલ સમસ્યાઓના બંધ તાળા સીમ- સીમ ખુલજાની જેમ ખૂલી ગયા છે. અને મેરેજ ડિમ્પ્યુટ તથા કૌટુંબિક વહેંચણીઓ જેવા સંવેદનશીલ વિષયોમાં પણ તેમનો ફાળો અમૂલ્ય છે.
ડો. પીપરીયાની કારકિર્દીની સફર અદ્ભુત અને વિરલ પ્રેરક કથા સમાન છે, જેની શરૂઆત એક શાકભાજીની રેકડી ચલાવવાથી થઈ હતી, અને ત્યાંથી તેઓ એક સામાન્ય ક્લાર્ક તરીકે સહકારી બેંકમાં જોડાયા. આ હકીકત ભારતીય બેંકિગ ક્ષેત્રના ઇતિહાસમાં એક વિરલ અને દેશભરનો પ્રથમ કિસ્સો છે, જ્યાં કોઈ વ્યક્તિ ક્લાર્ક કેડરમાંથી ક્રમશઃ અને શુદ્ધ વ્યાવસાયિકતાના બળે સીધા જ સી.ઈ.ઓ. (CEO) / એમ.ડી. (M.D.)ના સર્વોચ્ચ પદ પર નિયુક્ત થયા હોય. તેમની અથાગ મહેનત, અજોડ કર્તવ્યનિષ્ઠા અને બોર્ડ ઑફ ડિરેક્ટર્સના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શનના પરિણામે આર.સી.સી. બેંકને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ૪૦ થી પણ વધુ અમૂલ્ય એવોર્ડ પ્રાપ્ત થયા છે.
તેમની આગેવાનીમાં જ બેંકો મેગેઝિન દ્વારા સતત ચોથા વર્ષે આર.સી.સી. બેંકને ઉત્કૃષ્ટ કામગીરી માટે બહુમાન મળ્યું છે. અને તાજેતરમાં ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા તેમને બેસ્ટ સી.ઈ.ઓ. માટે Universal Icon Achievers Award એનાયત થયો છે.
તેમણે આરસીસી બેંકને માઈનસ નેટવર્થની નકારાત્મક સ્થિતિમાંથી બહાર લાવીને તેને પ્લસ નેટવર્થ સાથે ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડી છે. જે તેમની નાણાકીય અને વહીવટી તજજ્ઞતાનો સચોટ પુરાવો છે. ઉપરાંત, ગુજરાતની ૨૧ જેટલી સહકારી બેંકોમાં સી.ઈ.ઓ./એમ.ડી.ની ભરતી સંદર્ભેની પસંદગી સમિતિમાં તેમણે નિર્ણાયક અને અહમ ભૂમિકા ભજવી છે.
તેઓ શિસ્તના એટલા જ આગ્રહી રહ્યા છે કે જુદી જુદી ૯ સંસ્થાઓમાં સી.ઈ.ઓ. તરીકે કાર્યરત રહી, ગેરવર્તણૂક કે ગેરરીતિ આચરનાર ૧૦૦ થી વધુ કર્મચારીઓની હકાલપટ્ટી કરી સંસ્થાના વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા અને સુચારુતા લાવી શક્યા છે. આ ઉપરાંત, તેઓ સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના સી.ઈ.ઓ. તરીકે પણ સેવા આપી રહેલ છે તેમજ અન્ય ૯ સંસ્થાઓમાં માનદ્ સી.ઈ.ઓ. તરીકે કાર્યરત રહીને બહુવિધ સંસ્થાઓને પોતાનું જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે.
ડો. પુરૂષોત્તમ પીપરીયા માત્ર કાયદા કે બેંકિંગ ક્ષેત્રના મહાન જ્ઞાતા નથી. પરંતુ તેઓ એક પ્રખર પ્રવાસી, સાહસિક અને પ્રકૃતિપ્રેમી પણ છે, જેને કારણે તેમને વિશ્વપ્રવાસી અને હિમપુરૂષ ના બિરુદો મળ્યા છે. બેંકના વિકાસને નવી વૈશ્વિક દિશા પ્રદાન કરવા અને ગુડ ગવર્નન્સ માટે વિશ્વભરની પચાસ ઉપરાંત નામાંકિત બેંકોની મુલાકાત લઈ. તેમણે યુરોપ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અને એશિયા સહિત દુનિયાના સાતેય ખંડના ૧૦૦ ઉપરાંત દેશો/પ્રાંતોનો વિસ્તૃત પ્રવાસ કર્યો છે.
આ પ્રવાસો દરમિયાન તેમણે વિદેશી બેંકોની કાર્યપ્રણાલી, ટેકનોલોજી અને ગ્રાહક સેવાઓનો ઊંડો અભ્યાસ કર્યો, જેનાથી આર.સી.સી. બેંકનો વહીવટ વિશ્વસ્તરીય કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતો પર આધારિત થઈ શક્યો. કાશ્મીરમાં ચિલ્લાઈ કલ્લાન ની હાડ થીજાવતી ભયંકર ઠંડીમાં અનેક વખત પ્રવાસ કરવાની તેમની ટેવ અમરનાથ યાત્રા અને કૈલાસ માનસરોવરની કઠિન યાત્રાઓ તથા એશિયા, યુરોપ, અમેરિકા અને કેનેડાના હિમશિખરો ઉપર માઈનસ ડિગ્રીમાં સેંકડો રાતો વિતાવવાના તેમના અસાધારણ સાહસને કારણે તેમના મિત્રો તેમને અત્યંત આદરપૂર્વક હિમપુરૂષ ના હુલામણા નામે સંબોધે છે.
તેમના સાહસિક પુરૂષના બિરુદને સાર્થક કરતા બનાવોમાં કાશ્મીર ખીણમાં અરાજકતા અને આતંકના ઓથાર હેઠળ પણ કુદરતને માણવા માટે કારગિલ અને ચીનના સીમાડા સુધી ખાબડખુબડ રસ્તાઓ પર તેમણે કરેલું જોખમી સેલ્ફડ્રાઈવ કાર એડવેન્ચર મોખરે છે; એટલું જ નહીં, વિશ્વના ટોચના એડવેન્ચર સ્થળોએ બંજી જામ્પિંગ, સ્કાય ડ્રાઇવ, સ્કૂબા, સી વોક, બલૂન સહિતની અનેક રોમાંચક સાહસિક પ્રવૃત્તિઓ કરી તેમણે પોતાના જીવનમાં સાહસ અને જ્ઞાનનો અદ્ભુત સમન્વય સાધ્યો છે.
ડો. પુરૂષોત્તમ પીપરીયાનું જીવન એક જીવંત ઉદાહરણ છે કે વયને અભ્યાસના સીમાડા નડતા નથીૅ. સિનિયર સિટીઝનની ઉંમરે પણ, જ્ઞાન પ્રત્યેની તેમની અદમ્ય ભૂખને લીધે, તેમણે ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી ચલાવવામાં આવતા ડી.સી.એમ. (ડિપ્લોમા ઇન કો-ઓપરેટીવ મેનેજમેન્ટ) ના કોર્સમાં ૨૦૧૯ માં પ્રવેશ લીધો હતો અને તેનું પરિણામ જાહેર થતાં તેમણે સમગ્ર ગુજરાતમાં પ્રથમ શ્રેણીમાં સફળતા હાંસલ કરીને યુવાનો માટે એક વિરલ પ્રેરણાદાયી લ્લષ્ટાંત પૂરું પાડયું છે.
સહકારી ક્ષેત્રના ઉદ્ધાર અને ઉન્નતિ માટેની તેમની પ્રતિબદ્ધતા એટલી પ્રબળ છે કે તેમણે સતત ૧૫-૧૫ કલાક કાર્ય કરીને સહકારી ક્ષેત્ર સહિત અનેક વિષયક ૧૦૦ થી વધુ અમૂલ્ય પુસ્તકોનું લેખન કર્યું છે, જે તેમણે સમગ્ર સહકારી જગતને વિનામૂલ્યે જ્ઞાન પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી વહેંચ્યા છે. તેઓ એક પ્રભાવશાળી વક્તા, મેન્ટર અને જ્ઞાનદાતા પણ છે. તેમણે જીલ્લા સંઘ, રાજ્ય સંઘ, બેંક ફેડરેશન્સ, સહકાર ભારતી, સીએ ઇન્સ્ટિટયૂટ, લો કોલેજ, કોમર્સ કોલેજ સહિતની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા આયોજિત આશરે પચાસથી વધુ વિષયો પરના ૧૦૦૦ ઉપરાંત સેમિનાર/ટ્રેનિંગ પ્રોગ્રામમાં કી-નોટ સ્પીકર, લેક્ચરર અને જ્યુરી તરીકે વિનામૂલ્યે સેવા પ્રદાન કરી છે. તાજેતરમાં યોજાયેલો રિકવરી એન્ડ રાઇટ ઓફનો સેમિનાર તેમનો માનદ્ વેતનનો ૧૦૦૦ મો સેમિનાર હતો, જે તેમની નિઃસ્વાર્થ સેવા અને જ્ઞાન સંવર્ધનની ભાવનાને પ્રતિબિબિત કરે છે.
ડો. પુરૂષોત્તમ પીપરીયાનું સમગ્ર જીવન એક પ્રેરણાનો પ્રવાહ છે, જે નમ્રતા (Humility) જાળવીને પણ શિસ્ત, અથાગ પુરુષાર્થ અને જ્ઞાનના બળે જીવનની દરેક ક્ષેત્રે ટોચ પર પહોંચી શકાય છે તે સત્યને સાબિત કરે છે. આજના શુભ અને મંગલ જન્મદિને, તેમના અસાધારણ યોગદાન, અપાર જ્ઞાન, દૂરંદેશી વિચારસરણી અને સતત કાર્યશીલતા બદલ સમસ્ત સમાજ અને બેંકિંગ ક્ષેત્ર તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને તેમના સુદીર્ઘ તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે.
(10:30 AM IST)










