<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

વોર્ડ નં.૦૬માં સર્જાશે વિકાસ કામોની ભરમારઃ ૪.૮૦ કરોડના ખર્ચને હરીઝંડી

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૬માં સંતકબીર રોડ, ભાવનગર રોડ પર ચુનારાવાડ ચોકથી પારેવડી ચોક સુધી, દૂધસાગર રોડ  પર નેશનલ હાઇવેથી ચુનારાવાડ ચોક થઇ આજી નદી સુધી અને નેશનલ હાઇવેથી અમરનગર ઢાળીયા સુધીના વિસ્‍તારમાં રૂા. ૨.૩૮ કરોડના ખર્ચે ૧૨મી. ટીપી રોડ પર સાઈડના પડખામાં જુના પેવીંગ બ્‍લોક કાઢી રીફીટીંગ તથા નવા પેવિંગ બ્‍લોક નાખવાનું કામ, તથા તુલસી પાર્ક, સત્‍યમ પાર્ક, અનમોલ પાર્ક, રામેશ્વર પાર્ક, સદગુરુ રણછોડનગર, મહીકા મેઈન રોડ, ભાવનગર રોડ વિગેરે સોસાયટીમાં ૩૦,૬૦૦ ચોરસ મીટર એરીયામાં રૂા. ૨.૪૩ કરોડના ખર્ચે પેવિંગ બ્‍લોક નાખવાનું કામ, આમ કુલ મળી રૂા. ૪.૮૧ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર ભાવેશભાઇ દેથરીયા, પરેશભાઇ આર.પીપળીયા તથા મંજુબેન કુંગશીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે

(2:43 PM IST)