News of Thursday, 11th December 2025
નાકરવાડી ખાતે કમ્પાઉન્ડ વોલ-રિટેઇનીંગ વોલ સહિતના ૯.૭૯ કરોડના કામોને મંજુરી

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૪માં રૂા. ૧.૨૯ કરોડના ખર્ચે નાકરાવાડી લેન્ડફીલ સાઈટ ખાતે પાછળની સાઈડમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ, રૂા. ૭.૩૧ કરોડના ખર્ચે નાકરાવાડી ખાતે ડમ્પીંગ સાઈટની પાછળના ભાગે રીટેઇનીંગ વોલ બનાવવાનું કામ, રૂા. ૬૫.૯૪ લાખના ખર્ચે ભગવતીપરા રોડ તથા નવા મોરબી રોડ પર વેલનાથપરા બ્રીજથી બેડી ચોક સુધીના વિસ્તારમાં સેન્ટ્રલ ડીવાઈડર સ્ટોન ફીટ કરવાનું કામ, રૂા. ૧૬.૬૭ લાખના ખર્ચે શિવમ અર્જુન મેઈન રોડ પર પાઈપ ગટર નાખવાનું કામ, તથા રૂા. ૩૬.૭૭ લાખના ખર્ચે સ્કુલ નં.૪૬, ૭૭ અને ૧૦૦ માં રૂફ શેડ તથા અન્ય રીપેરીંગ કરવાનું કામ, આમ કુલ મળી ઈં ૯.૭૯ કરોડના કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ માન.મેયરશ્રી તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, કોર્પોરેટરઓ કાળુભાઇ કુંગશીયા, પરેશભાઇ પીપળીયા તથા કંકુબેન ઉધરેજા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(2:44 PM IST)










