News of Thursday, 11th December 2025
વોર્ડ નં.૧૬માં સ્ટોર્મ વોટર લાઈન બીછાવશે : ૭૯.૪૮ લાખનો ખર્ચ મંજુર

રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૬માં (૧)૮૦ ફૂટ રોડ પર આવેલ પટેલનગર થી નદી સુધીના વિસ્તારમાં રૂ.૩૮.૯૦ લાખના ખર્ચે ૪૫૦ મી.મી. ડાયામીટરની સ્ટોર્મ વોટર લાઈન નાખવાનું કામ, તથા (ર)૮૦ ફૂટ રોડથી નેશનલ હાઇવે થી નાડોદાનગર મેઇન રોડ, ખોખડદડ નદી સુધીના વિસ્તારમાં રૂ.૪૦.૫૮ લાખના ખર્ચે સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું કામ, આમ મળી કુલ રૂ.૭૯.૪૮ લાખના વિકાસ કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર કંચનબેન સિધ્ધપુરા, નરેન્દ્રભાઇ ડવ, સુરેશભાઇ વસોયા તેમજ રૂચિતાબેન જોષી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(2:45 PM IST)










