<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

સિકયુરીટી ગાર્ડ-પ્રમોશન-પગાર વધારવા સહિતની ૪ દરખાસ્‍તો પેન્‍ડીંગ

મનપાની સ્‍ટેન્‍ડીંગમાં ૧૬ર કરોડના વિકાસકામો મંજુર સામાકાંઠે માધ્‍યમિક શાળાનું મકાન ટ્રસ્‍ટને લીઝ પર આપવાનો નિર્ણય ચોથી સ્‍ટેન્‍ડીંગમાં ન લેવાયો : ઉપરોકત બધી દરખાસ્‍તો અભ્‍યાસ અર્થે પેન્‍ડીંગ રખાયાનો સ્‍ટેન્‍ડીંગ ચેરમેનનો દાવોઃ ર૦ દરખાસ્‍તો મંજુર

પેન્‍ડીંગ... પેન્‍ડીંગ....પેન્‍ડીંગ ...મ્‍યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સ્‍ટેન્‍ડીંગ કમીટી બેઠકમાં ર૪ પૈકી ૪ દરખાસ્‍તો અભ્‍યાસઅર્થે પેન્‍ડીંગ રાખવામાં આવી છે. ઉપરોકત તસ્‍વીરમાં સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, સ્‍ટેન્‍ડીંગ સભ્‍ય હાર્દિક ગોહેલ, ભારતીબેન પરસાણા, રૂચીતાબેન જોષી, મંજુબેન ફુંગશીયા, દક્ષાબેન વસાણી, વર્ષાબેન રાપપરા તથા જયોત્‍સનાબેન ટીલાળા તેમજ ઇન્‍ચાર્જ સેક્રેટરી ધવલ જેસડીયા, ડેપ્‍યુટી કમિશનર મહેશ જાની તથા અધિકારીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

રાજકોટ, તા., ૧૧ : મ્‍યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સ્‍ટેન્‍ડીંગ કમીટી બેઠકમાં મનપાની અલગ-અલગ મિલ્‍કત રક્ષણ માટે સિકયુરીટી ગાર્ડસ પુરા પાડવા માટે એજન્‍સી નિમવા દ્વિ-વાર્ષિક કોન્‍ટ્રાકટ માં ર૦ કરોડનો ખર્ચ, જુદી જુદી શાખાઓની જગ્‍યાઓના પગાર ધોરણમાં સુધારો કરવા, ઓડીટ શાખામાં ખાલી પડેલ સબ ઓડીટરની જગ્‍યા પર બઢતી આપવા તથા છેલ્લી ૩ સ્‍ટેન્‍ડીંગની પેન્‍ડીંગ રહેલ સામાકાંઠે વોર્ડ નં. પ માં રણછોડનગરમાં આવેલ માધ્‍યમીક શાળાનું મકાન શ્રી સૌરાષ્‍ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્‍ટને લીઝ ઉપર આપવા સહિતની ૪ દરખાસ્‍તો વધુ અભ્‍યાસ અર્થે પેન્‍ડીંગ રાખવાનો સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકરે જણાવ્‍યું હતું. આ ઉપરાંત ર૦ દરખાસ્‍તો રૂા.૧૬ર કરોડના વિવિધ વિકાસકામો મંજુર કરવામાં આવ્‍યા છે.

મ્‍યુનિ. કમિશ્નર સ્‍ટેન્‍ડીંગ કમીટી બેઠક  આજે બપોરે ૧ર કલાકે સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ હતી. જેમાં ર૪ પૈકી ર૦ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવ્‍યો હતો. તેમજ ૪ દરખાસ્‍ત પેન્‍ડીંગ રાખવામાં આવી હતી. જેની વિગત આ મુજબ છે.

સિકયુરીટી ગાર્ડનો વર્ષે

ર૦ કરોડનો ખર્ચ

આ અંગે વધુ માહિતી આપતા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્‍યું હતું કે, આ ટ્રસ્‍ટ વર્ષે દહાડે ફી પેટે રૂ. ૧.૭૦ કરોડની આવક રળે છે. જેની સામે સંસ્‍થાને માસિક માત્ર રૂ. ૨૫૧માં લીઝ પર મકાન આપવાની દરખાસ્‍ત વધુ અભ્‍યાસ માટે પેન્‍ડિંગ રાખવામાં આવી છે. કોર્પોરેશનની માલ મિલકતના રક્ષણ માટે સિકયુરિટી ગાર્ડ પુરા પાડવા માટે એજન્‍સી બે વર્ષ માટે કોન્‍ટ્રાક્‍ટ આપવાની દરખાસ્‍ત પણ પેન્‍ડિંગ  રાખવામાં આવી છે. અલગ અલગ ૨૦ એજન્‍સીઓને કોન્‍ટ્રાક્‍ટ આપવાથી વર્ષે દહાડે ૨૦ કરોડ સહિત બે વર્ષના રૂ.૪૦ કરોડ જેવો માતબર ખર્ચ થતો હતો.ખર્ચ વધુ લાગતા વધુ   અભ્‍યાસ માટે હાલ પૂરતી દરખાસ્‍ત પેન્‍ડિંગ રાખવામાં આવી છે.

પગાર ધોરણ

કોર્પોરેશનની જુદી જુદી શાખાઓમાં નવ કેડરની કુલ ૭૫ જગ્‍યાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓના પગાર ધોરણમાં સુધારો કરવાની દરખાસ્‍ત પણ પેન્‍ડિંગ રાખવામાં આવી  છે.જેમાં મેયર નયનાબેન પેઢડીયા દ્વારા ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી કે હાલ યુનિયનના નેતાઓની રજૂઆત સાંભળવાની બાકી હોવાના કારણે દરખાસ્‍ત અંગે નિર્ણય લેવામાં આવ્‍યો નથી.અન્‍ય એક દરખાસ્‍ત પણ હાલ અભ્‍યાસ માટે પેન્‍ડિંગ રખાય છે.

રાજ્‍ય- કેન્‍દ્ર સરકારના કાર્યક્રમના ખર્ચ મંજૂરી માટે હવે  સ્‍ટેન્‍ડિંગ નહીં આવું પડે

રાજ્‍ય સરકાર અને કેન્‍દ્ર સરકારના વિવિધ કાર્યક્રમો પાછળ હતાં ખર્ચની મંજૂરી માટે મ્‍યુનિસિપલ કમિશનરે સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ મંજૂરી અંગેની દરખાસ્‍ત રજૂ કરવી પડે છે હવે આ પ્રક્રિયા બંધ થઈ જશે રાજ્‍ય તથા કેન્‍દ્ર સરકારના આયોજન અને ખર્ચ માટે ઇન્‍ટેક્‍સ બી ઈવેન્‍ટ મેનેજમેન્‍ટ માટે નિયુક્‍ત કરેલી એજન્‍સીને રાજકોટ મહાપાલિકામાં પણ એમપેનલ તરીકેનીયો કરવાની દરખાસ્‍તને મંજૂરી આપવામાં આવી છે. આ એજન્‍સી હવે મ્‍યુનિસિપલ કમિશનર સાથે લાઈજનિંગ કરી તમામ ખર્ચ અંગે નિર્ણય લેશે.

આ ઉપરાંત આજની સ્‍ટેન્‍ડીંગમાં  તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કણકોટ રોડ પર ગવર્મેન્‍ટ એન્‍જિનિયરિંગ કોલેજ પાસે ન્‍યારી એક ડેમ આધારિત ૧૫૦ એમએલસી  કેપેસિટીનો વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ બનાવવા અને પાઇપલાઇન ફિટ કરવાના કામ માટે રૂ. ૧૪૩ કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.શહેરના જુદા જુદા સ્‍થળોએ ર્હોડિંગ બોર્ડ અને કિઓસ્‍ક બોર્ડ પર જાહેરાત પ્રસિદ્ધ કરવાના હક આપવાથી રૂ.૧.૮૪ કરોડની આવક થશે. વોર્ડ નં.૪ માં નાકરાવાડી લેન્‍ડફિલ સાઇટ ખાતે પાછળની સાઈડ કમ્‍પાઉન્‍ડ બનાવવાના કામ માટે રૂ.૮.૬૦ કરોડ ખર્ચ મંજૂર કરવામાં આવ્‍યો છે. વોર્ડ નં. ૬ માં સંત કબીર રોડ,ભાવનગર રોડ દૂધસાગર રોડ પર ૧૨ મીટર ટીપી રોડના બંને બાજુ બેવિંગ બ્‍લોક માટે રૂ. ૨.૩૭ કરોડ મંજુર કરાયા છે આ ઉપરાંત આજ વોર્ડમાં જુદા-જુદી જગ્‍યાએ પ્રેવિંગ બ્‍લોક માટે રૂ.૨.૪૨ કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે વોર્ડ નંબર ૧૫માં ૮૦ ફૂટ રોડ ભાવનગર રોડ ગંજીવાડા મેઈન રોડ ચુનારાવાડ મેઇન રોડને લાગુ વિસ્‍તારમાં તેને જ પાઇપલાઇન અપગ્રેડ કરવાના કામ માટે રૂપિયા ૨.૪૧ કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.

(3:31 PM IST)