News of Thursday, 11th December 2025
રવિવારે પાંચ દિકરીઓના સમૂહ લગ્ન
જય મા શકિત ગૃપ અને નામલધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન : કરીયાવરમાં દિકરીઓને ૧રપ થી વધુ વસ્તુઓ અપાશે

રાજકોટ : જય મા શકિત ગૃપ તથા નામલધામ ચેરીટેબલ ટ્રસ્ટ ગૃપ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન આગામી તા. ૧૪ રવિવારના રોજ ગોવર્ધન ફાર્મ (ગિરીરાજ પાર્ટી પ્લોટ), જુનો મારબી રોડ, ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આયોજનમાં સંસ્થાના વિપુલભાઇ વાઘેલા, બળવંતભાઇ ચૌહાણ, જીજ્ઞેશભાઇ પટેલ, વિરેન્દ્રભાઇ વાઘેલા, જયેશભાઇ જોટાણીયા, ભરતભાઇ ચુડાસમા, નિરવભાઇ વ્યાસ, મુકેશભાઇ ઝાપડા, જયેશભાઇ પરમાર, જનકભાઇ સોલંકી, દેવરાજભાઇ સાટીયા, જહેમત ઉઠાવી રહ્યા છે. કરિયાવરમાં દિકરીઓને આશરે ૧રપ થી વધારે વસ્તુઓ આપવામાં આવશે. આ પ્રસંગે સાધુ સંતો આર્શીવચન પાઠવશે. (તસવીર : સંદિપ બગથરીયા)
(4:08 PM IST)










