<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

રવિવારે સાઝ ઔર આવાઝનો ગોલ્‍ડન જયુબેલી કાર્યક્રમ

પ્રસન્ન રાવ (મુંબઇ) અને ધ્‍વની મૂલે (બરોડા) લાઇવ ઓરકેસ્‍ટ્રા સાથે જૂના ગીતોની રમઝટ બોલાવશે : સંસ્‍થાના સભ્‍યો માટે કાર્યક્રમ

રાજકોટ : સાઝ ઔર આવાઝનો પ૧ મો ગોલ્‍ડન જયુબેલી પ્રોગ્રામ તા. ૧૪ રવિવારે મુંબઇથી ભારતના શ્રેષ્‍ઠ રફીજી, પ્રસન્ન રાવજી, બરોડાથી ધ્‍વની મુલે, લાઇવ ઓરકેસ્‍ટ્રા સાથે કાર્યક્રમ યોજાએલ છે.

આયોજકોએ જણાવેલ કે રાજકોટમાં ઘણા મ્‍યુઝીક કલબો, મ્‍યુઝીકલ ગૃપ ચાલે છે પરંતુ જો પરિવારિક વાતાવરણમાં લાઇવ ઓરકેસ્‍ટ્રા સાથે ડિનર સાથે જો કોઇ કાર્યક્રમ કરતુ હોય તો તે ‘‘સાઝ ઓર આવાઝ'' મ્‍યુઝીક ગૃપ આજે આ ગૃપે પ૦ કાર્યક્રમો પુરા કરીને પ૧ મો ગોલ્‍ડન જયુબેલી પ્રોગ્રામ તા. ૧૪ ને રવિવારે રાત્રે ૯ વાગ્‍યાથી પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ યોજાશે.

જેમા ભારતભરના શ્રેષ્‍ઠ બેસ્‍ટ ઓફ ધી બેસ્‍ટ મહમદ રફીજીના આબેહુબ અવાજના માલિક મુંબઇથી પ્રસન્નરાવજી આવે છે સાથે લતા - આશાજીને બેસ્‍ટ સિંગર ધ્‍વની મુલેજી બરોડાથી આવે છે. આ પ્રોગ્રામમાં રાજકોટનું મશહુર મ્‍યુઝીક ગૃપ તુષારભાઇ ગોસાઇ અને તેની ટીમ ધમાકેદાર મ્‍યુઝીક પીરસસે સાથે ગુજરાતની એન્‍કર લિપી ઓઝાજી અમદાવાદથી આવી રહ્યા છે.

અગાઉના કાર્યક્રમોમાં ૧ર વર્ષ પુરા કરી ચડીયાતા ગાયકો સુરોજીત ગુહા, તારીક સૈયાદ, આનંદ વિનોદજી, સંધ્‍યાપાધ્‍યેજી, દેવાંગ દવે, સ્‍વ. નફીસ આનંદ, રેખા રાવલ, નિરજ પાઠક, મનદીપજી વગેરે સુર પુરાવી ચૂકયા છે.

તા. ૧૪ રવિવારે પ્રમુખ સ્‍વામી હોલ ખાતે રાત્રે ૯ વાગ્‍યે મેમ્‍બરર્સ તથા થોડી ટીકીટ પણ ઉપલબ્‍ધ હોય તેના માટે અશોકભાઇ દેસાઇ ૯૯રપ૭૧૭૬૬૩ તથા જીતેન્‍દ્રભાઇ શુકલ ૯૮રપ૭૮ર૭૧૪ માં સંપર્ક કરશો.

આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરવા માટે સંસ્‍થાના સ્‍થાપક અને પ્રમુખ અશોકભાઇ દેસાઇને જાય છે. નવા વર્ષ ર૦ર૬ માં સભ્‍યપદ લેવાનું ચાલુ થયેલ હોવાનું જણાવાયું છે.

તસવીરમાં અકિલાના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે અશોકભાઇ દેસાઇ, મધુસુદનભાઇ ભટ્ટ, વિજયભાઇ નાગેચા, જીતેન્‍દ્રભાઇ શુકલ, જયંતભાઇ અગ્રવાલ, પ્રકાશભાઇ બુધ્‍ધદેવ અને સુરેશભાઇ ખખ્‍ખર નજરે પડે છે. (તસવીર : સંદિપ બગથરીયા)

(4:08 PM IST)