<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ઉદ્યોગનગર પાસેથી યુપીનો આકાશ ચોરાઉ એકટીવા સાથે પકડાયો

માલવીયાનગર પોલીસના હેડ કોન્‍સ અજયભાઇ વિકમા અને કોન્‍સ ભાવેશભાઇ ગઢવીની બાતમી

રાજકોટ, તા.૧૨: ઉમાકાંત ઉદ્યોગનગરમાં આવેલા કારખાના પાસે માલવીયાનગર પોલીસે બાતમીના આધારે ચોરાઉ એકટીવા સાથે યુપીના શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ઉમાકાંત પંડીત ઉદ્યોગનગરમાં એક શખ્‍સ ચોરાઉ એકટીવા સાથે ઉભો હોવાની માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ અજયભાઇ વિકમા, કોન્‍સ ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા ઉદ્યોગનગર શેરી નં.૨માં આવેલા કારખાના પાસેથી મૂળ ઉત્તરપ્રદેશના સંગસીયાપુર ગામ હાલ રાજકોટ સહકાર મેઇન રોડ પર કલ્‍યાણનગર શેરી નં.૧માં રહેતો આકાશ  રામનરેશ દોહરે (ઉ.વ.૧૮)ને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ. જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી.એસ.ગજેરા, એ.એસ.આઇ. હીરેનભાઇ પરમાર, કેતનભાઇ શેખલીયા, હેડ .કોન્‍સ. અજયભાઇ વિકમા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, મનિષભાઇ સોઢીયા, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(2:22 PM IST)