<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા બેટલ ઓફ ધ માઇન્‍ડસ ઇન્‍ટર સ્‍કૂલ ક્‍વિઝ કોમ્‍પિટીશન

રાજકોટ તા. ૧૨ : રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા ‘બેટલ ઓફ ધ માઇન્‍ડસ' ઇન્‍ટર સ્‍કુલ ક્‍વિઝ કોમ્‍પિટીશનનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવાયુ હતુ કે આગામી તા. ૧૪ ના રવિવારે સવારે૮.૪૫ વાગ્‍યાથી આત્‍મીય કોલેજ ઓડીટોરીયમ ખાતે પ્રતિષ્‍ઠિત ૧૧મો રોટરી ઇન્‍ટર સ્‍કુલ ક્‍વિઝ કોમ્‍પિટીશન ‘બેટલ ઓફ ધ માઇન્‍ડસ' યોજવામાં આવેલ છે.

આ સ્‍પર્ધામાં ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઅખો ભાગ લઇ શકશે. જેમાં લેખિત રાઉન્‍ડ, ઓડીયો વિઝયુઅલ-સેમી ફાઇનલ અને સ્‍ટેજ પર ફાઇનલ રાઉન્‍ડ લેવાશે.

આ સ્‍પર્ધા મો કોઇ રજીસ્‍ટ્રેશન ફી રાખેલ નથી. દરેક સ્‍કુલ ભાગ લઇ શકે છે. અત્‍યાર સુધીમાં ૩૮ સ્‍કુલની એન્‍ટ્રી નોંધાઇ ચુકી છે.

વિજેતા ટીમોને આકર્ષક કેસ પ્રાઇઝ, મેડલ્‍સ, પ્રમાણપત્રો અને વિનર સ્‍કુલને રોલીંગ ટ્રોફી એનાયત થશે. ઉપરાંત ભાગ લેનાર તમામ સ્‍પર્ધકો અને સાથેના શિક્ષકોને પણ શ્‍યોર ગીફટ અપાશે.

વધુ વિગતો માટે રોટેરીયન હરેન વોરા (મો.૯૮૨૫૨ ૧૭૯૧૧) અને સચિન રવાણી (મો.૯૮૨૫૩ ૫૫૧૮૬)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રોટેરિયન પિયુષ પંચાસરા, જીજ્ઞેશ પાઉ, હરેન વોરા, રાજ ધાબલીયા નજરે પડે છે.  (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

 

 

(2:27 PM IST)