<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

અનંતરાય ઉનડકટની પોૈત્રી ખુશીના સ્‍મરણાર્થે ગિરીરાજ હોસ્‍પિટલમાં રક્‍તદાન કેમ્‍પનું આયોજન : પ૪ બોટલ રક્‍ત એકત્ર કરાયું, મનોજ ઉનડકટે સહુનો આભાર માન્‍યો

રાજકોટ સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના જાણીતા ચાના વેપારી અનંતરાય ઉનડકટની પોૈત્રી ખુશીબેન મનોજભાઇ ઉનડકટનું તાજેતરમાં અવસાન થયેલું છે જેની શ્રધ્‍ધાંજલિ નિમિત્તે શ્રી ગીરીરાજ હોસ્‍પિટલના સથવારે બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરેલ. આ કેમ્‍પમાં  ૫૪ બોટલનું બ્‍લડ ડોનેશન મળેલ. કેમ્‍પને સફળ બનાવવા ગિરિરાજ હોસ્‍પિટલના શ્રી રમેશભાઇ ઠક્કર, ડો. મયંકભાઇ ઠક્કર, ગોૈરવભાઇ ઠક્કર તથા શ્રી ગીરીરાજ હોસ્‍પિટલની આખી મેડીકલ ટીમ ઉપરાંત વિનયભાઇ જસાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી. ઉપરાંત શ્રી કોૈશિકભાઇ શાષાીજી, જગદીશભાઇ શાસ્ત્રીજી, રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, રામભાઇ બરછા, અલ્‍પાબેન બરછા, ટી બોર્ડ ઓફ ઇન્‍ડિયાના ડાયરેક્‍ટર તથા જીટીટીએના પૂર્વ પ્રમુખ દિનેશભાઇ કારિયા અને કહાજનના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ધ્રુવભાઇ કારિયા, હેમાબેન કારિયા સહિતના અન્‍ય મહાનુભાવો પણ ઉપસ્‍થિત રહ્યાનું શ્રી મનોજ અનડકટ જણાવે છે

(2:44 PM IST)